મોરબી જિલ્લા પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા ફરજ ઉપરાંતની સરાહનીય કામગીરી
મોરબી : તાજેતરમાં મોરબી શહેરના રવાપર રોડ પર ટ્રાફિક નિયમન માટે ડીવાઈડર બનાવવામાં આવ્યું છે. આ ડીવાઈડર મોરબી જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ તથા માર્ગ અને મકાન વિભાગના સહયોગથી બનાવવામાં આવ્યું છે. આમ, મોરબી જિલ્લા પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા ફરજ ઉપરાંતની કામગીરી કરવામાં છે. જે કામગીરી ખરેખર બિરદાવવાલાયક છે.
મોરબી શહેરનો રવાપર રોડ ટ્રાફિકથી ધમધમતો રહે છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવે છે. આ સમસ્યાના ઉકેલ રૂપે રવાપર-કેનાલ ચોકડી પાસે ડીવાઈડર બનાવવામાં આવ્યું છે. જે વાહનચાલકો માટે રોડ પર સરળતાથી પસાર થવા માટે ઉપયોગી બને છે. તેમજ ટ્રાફિકનું ભારણ હળવું થઇ શકે છે. આ ડીવાઈડર એસ.પી. કરણરાજ વાઘેલાના માર્ગદર્શનથી મોરબી જિલ્લા પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અને મકાન વિભાગના સહયોગથી ફરજમાં ના આવતું હોવા છતાં ફરજ ઉપરાંતની કામગીરી રૂપે બનાવવામાં આવ્યું છે. જેના માટે રવાપર-કેનાલ ચોકડી પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દેવજીભાઈ બાવરવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. જે ખરેખર નોંધનીય પગલું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide