મોરબી : હાલ મોરબીમાં કંડલા બાયપાસ પાસે પાટીદાર સ્ટોન પાર્ક નજીક ભૂલી પડેલી બે બાળકીઓ મળી આવેલ હતી.જે અંગે ચાઈલ્ડ લાઇન ટીમને જાણ થતા વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી ખાતે મુકવામાં આવેલ હતી.જે બાદ તેના વાલી મળી આવતા બંન્ને બાળકીને તેમના પરિવારને સોપવામાં આવી હતી.
મોરબીમાં કંડલા બાયપાસ પાસે પાટીદાર સ્ટોન પાર્ક નજીક ભૂલી પડેલી બે બાળકીઓના વાલીની શોધખોળ આદરવામાં આવી હતી.ગત તા.6નાં રોજ ચાઈલ્ડ લાઇન ટીમને માહિતી મળી હતી કે મોરબીમાં પાટીદાર સ્ટોન પાર્ક નજીક કંડલા બાયપાસ પાસે બે બાળકીઓ મળી આવેલ છે.ત્યારબાદ 181 ટીમની મદદ દ્વારા તે બાળકીઓને ચાઇલ્ડ લાઇન ઓફિસ ખાતે લઇ આવેલ હતી.ત્યારબાદ CWCનાં આદેશ મુજબ વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી ખાતે મુકવામાં આવેલ હતી.આ બંન્ને બાળકીઓના વાલી મળી આવતા CWCના આદેશથી તા.7ના રોજ બંન્ને બાળકીઓને તેમના વાલી સાથે પુન:સ્થાપન કરવામાં આવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide