મોરબી : ચાર માસ અગાઉ ધાડ પાડવાના ઇરાદે ઝડપાયેલા ચાર પૈકી નાસી છૂટેલો આરોપી ઝડપાયો

0
59
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
ગેરકાયદે રિવોલ્વર સહિતના ઘાતક હથિયારો સાથે ઝડપાયેલા 4 પૈકી નાસી છૂટેલા આરોપીને રાજકોટ રેંજની ટીમે વીંછીયાથી દબોચ્યો

મોરબી : આ વર્ષના ગત જૂન માસમાં મોરબી જિલ્લાના જાંબુડિયા ગામેથી ચાર શખ્સોને ઘાડ પાડવાના ઈરાદા સાથે ફરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ઘાતક હથિયારો સાથે ઝડપાયેલા પૈકી એક આરોપી નાસી છૂટયો હતો. જેને રાજકોટ રેન્જ પોલીસ દ્વારા રાજકોટ ગ્રામ્યના વીંછીયામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જના ડી.આઈ.જી.પી. સંદીપસિંહ દ્વારા તાજેતરમાં એક સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવામાં આવી હતી. આ સ્ક્વોડના પો. સબ. ઇન્સ. જે. એસ. ડેલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફના મહાવીરસિંહ પરમાર, ભગવનભાઈ ખટાણા, ડ્રાઈવર સમીરભાઈએ ગત જૂન માસમાં કાળું જેમાભાઈ વાછાણી, રહે. અમરાપુર વીંછીયાને તેના સાગરિતો સાથે 2 બાઇક, ગેરકાયદે રિવોલ્વર, 3 કાર્ટીઝ, 1 છરી, 1 લોખંડનો પાઇપ તથા 1 લાકડાના ધોકા સાથે જાંબુડિયા ગામના પાવર હાઉસ રોડ પર સ્થિત સહયોગ મીનરલ ની ઓફીસમાં ધાડ પાડવાના ઈરાદા સાથે નીકળેલાને ઝડપી પાડ્યા હતા. હળવદ રોડ પર ઉમિયા હાર્ડવેડ સામે આવેલા નાલા પાસેથી ઝડપાયેલા આરોપીઓ પૈકી કાળું જેરામ વાછાણી રહે. અમરાપુર, વીંછીયા નાસી છૂટ્યો હતો. જેને ગત રોજ ઝડપી પાડી તેનો કોરોના ટેસ્ટ કરાવી મોરબી તાલુકા પો.સ્ટેશને રાજકોટ રેંજની ટીમે સોંપી આપ્યો છે. નોંધનીય છે કે હાલ ઝડપાયેલો આરોપી અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના 46 લાખના સોના-ચાંદીના ઘરેણાંની ચોરીમાં તથા ગઢડામાં થયેલી 80 હજાર રૂપિયાની કિંમતના હીરા ચોરીના બનાવમાં પોલીસ ચોપડે ચડી ચુકેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/