મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ 15 વાહનચાલકોને દંડ ફટકારાયો

0
26
/

7 સીએનજી રીક્ષા, 6 મોટરસાયકલ, 1 બોલેરો અને 1 ટ્રક પણ પોલીસે ડિટેઇન કર્યા

મોરબી: તાજેતરમા હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં અસામાજિક તત્વો શોધી કાઢવા પોલીસે વાહન ચેકીંગ સઘન બનાવ્યું છે. આ ચેકીંગ દરમ્યાન જિલ્લાના વિવિધ તાલુકામાંથી સીએનજી રિક્ષાચાલકો, બાઇક સવારો તથા અન્ય વાહનો પોલીસની ઝપટે ચડી ગયા હતા.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધી ચોકમાં મેલડી માતાના મંદિર પાસેથી 1 સીએનજી રીક્ષા, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ પીઆઇ કચેરી, માર્કેટ રોડ પાસે હીરોહોન્ડા મોટરસાઈકલ, માળીયા ફાટક પાસેથી 1 બોલેરો પીકઅપ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસે એક સીએનજી રીક્ષા, ગેંડા સર્કલ પાસેથી મોટરસાઇકલ પર નશાની હાલતમાં નીકળેલા એક યુવાનને, ત્રાજપર ચોકડી પાસેથી નશો કરેલી હાલતમાં નીકળેલા એક બાઇકચાલક સવારને ઝડપી પાડી ઉપરોક્ત તમામ વાહન ચાલકો વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ તથા પ્રોહીબિશન એક્ટની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી તમામ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર રફાળેશ્વર ગામ પાસેથી 1 મોટરસાયકલ ચાલકને લાઇસન્સ વગર તથા બેફિકરાઈથી બાઇક ચલાવવા બદલ રોકી બાઇક ડિટેઇન પણ કરાયું હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/