મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક સોસાયટીના લોકોને પાયાની સુવિધાઓ જેવીકે પીવાનું પાણી ભૂગર્ભ ગટર, આર સી.સી. રોડ,આપવામાં ઠાગા ઠૈયા કરનારા બિલ્ડરો વિરુદ્ધ સમસ્ત ગજાનન પાર્ક સોસાયટીના લોકોના સાથ સહકારથી પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા એલાન-એ-જંગ છેડાશે
[રાધેશ બુધ્ધભટ્ટી/Editor In Chief] : મોરબી: મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક સોસાયટીના રહીશોને પાયાની સુવિધાઓ આપવામાં હાથ ઊંચા કરી દેનારા બિલ્ડરો સામે હવે પ્રમુખ જયદેવસિંહ જાડેજાની આગેવાની હેઠળ સમગ્ર ગજાનન પાર્ક ના રહીશો મેદાને ઉતરી ચુક્યા છે
ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા સોશ્યલ મીડિયા મારફતે એક વિડિઓ બનાવી સંદેશ આપતા જણાવે છે કે જ્યારથી ગજાનન પાર્ક સોસાયટીનું નિર્માણ થયેલ ત્યારે સરકારના નિયમો મુજબ મકાનો ના બાથરૂમ માટેની જે ભોખાર હોવી જોઈ તે એક પણ મકાનમાં નથી બનાવાઈ માત્ર સોસ ખાડાઓ બનાવી એક જ ખાડા માં બે બતાવવામાં આવ્યા છે સુવિધાઓ મળવી જોઈ તે એક પણ સુવિધા રહીશોને મળેલ નથી નથી પીવાના પાણીની પૂરતી સુવિધા કે નથી આર સી.સી રોડ ની કોઈ સુવિધા, જ્યારે આ સોસાયટીનું નિર્માણ થયેલ ત્યારે જે તે સમયના બિલ્ડરો દ્વારા ખાતરી આપવામાં આવેલ હતી જે આજદિન સુધી કોઈજ સુવિધાઓ મળેલ નથી જેથી ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા સ્થાનિકોને સાથે રાખી સ્થાનિક પ્રશાશન સહીત ઉચ્ચકક્ષાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પી.એમ.ઓ ને લેખિત ફરિયાદ અરજી આપવામાં આવશે
સોશ્યલ મીડિયા મારફતે આપેલા સંદેશમાં શું કહે છે જયદેવસિંહ જાડેજા તે જુઓ આ વિડિઓમાં…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide