આજે સવારથી ધીમીધારે વરસાદ શરૂ : બપોરના 12 વાગ્યાથી સમગ્ર જિલ્લામાં એકધારો સારો વરસાદ : બપોરના 2 વાગ્યા સુધીમાં હળવદમાં 49 મીમી, માળીયામાં 27 મીમી, મોરબીમાં 23 મીમી, ટંકારામાં 18 મીમી , વાંકાનેરમાં 11 મીમી વરસાદ પડ્યો : હજુ ધીમીધારે વરસાદ ચાલુ
મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવતા સર્વત્ર ખુશાલીનું મોજું ફરી વળ્યું હતું.વરસાદના સતાવાર આંકડા પ્રમાણે આજે સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં હળવદમાં 49 મીમી, માળીયામાં 27 મીમી, મોરબીમાં 23 મીમી અને ટંકારમાં 18 મીમી તથા વાંકાનેરમાં 11 મીમી વરસાદ પડ્યો છે અને હજુ ધીમીધારે મેઘમહેર ચાલુ રહી છે.
મોરબીમાં અષાઢ મહિનાના અંતના દિવસોથી જ વરસાદી વાતાવરણ બંધાયેલું રહ્યું છે અને તે સમયે પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસ મેઘવીરામ રહ્યા બાદ આજ સવારથી છવાયેલા વરસાદી વાતાવરણ વચ્ચે સવારથી વરસાદ શરૂ થયો હતો અને સમગ્ર મોરબી જિલ્લામાં સવારથી જ ધીમીધારે મેઘરાજા ઇનિંગ ખેલીને મેધાકૃપા વરસાવી રહ્યા છે.સવારથી બીજી ઇનિંગમાં ધીમીધારે મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. આજે સવારથી બપોરના બે વાગ્ય સુધીમાં પડેલા વરસાદના સરકારી આંકડા મુજબ હળવદમાં સૌથી વધુ મેધાકૃપા થતા બપોરના બે વાગ્યા સુધીમાં 49 મીમી વરસાદ પડી ગયો છે.જ્યારે માળીયા મિયાણામાં 27 મીમી, મોરબીમાં 23 મીમી, ટંકારામાં 18 મીમી અને વાંકાનેરમાં 11 મીમી વરસાદ પડ્યો છે અને હજુ પણ ધીમીધારે મેધાકૃપા વરસી રહી છે. છેલ્લે મળતા અહેવાલ મુજબ ટંકારામાં હાલ સારો વરસાદ પડી રહ્યો છે અને જોરદાર વરસાદ પડી રહ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.બીજી ઇનિંગમાં સારો વરસાદ પડતો હોવાથી સમગ્ર જિલ્લામાં ખુશાલીનું મોજું ફરી વળ્યું છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide