મોરબી-માળીયામાં રૂ.12 કરોડના ખર્ચે આઠ રસ્તાઓના કામ મંજુર થયા

0
42
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રજુઆત ફળી : ગાળાથી પીલુડીનો 3.75 મિટરનો રોડ 7 મીટર પહોળો કરવાના કામને પણ મંજૂરી

મોરબી : હાલના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાના મત વિસ્તાર મોરબી-માળીયા (મીં) તાલુકાનાં જુદા-જુદા સાત ગામોના રસ્તાઓ રૂ.12 કરોડના ખર્ચે મંજુર કરાવ્યા છે. આ ઉપરાંત ગાળાથી પીલુડીનો રોડ પહોળો કરવાનું કામ પણ મંજુર કરાવ્યું છે.

(૧) વવાણિયાથી વર્ષામેડી રોડ રૂ. ૩ કરોડ ૪૪ લાખના ખર્ચે (૨) મોટા ભેલાથી જશાપર રોડ રૂ. ૨ કરોડ ૭૮ લાખના ખર્ચે (૩) દેવગઢ જાજાસર રોડ થી શક્તિધામ મંદિર સુધીનો રસ્તો રૂ. ૨૬ લાખ ૭૫ હજારના ખર્ચે (૪) માળીયા (મીં) હળવદ સ્ટેટ હાઈવે થી પંચવટી ખીરઈ રોડ રૂ. ૧ કરોડ ૭૨ લાખના ખર્ચે (૫) ચાંચાવદરડાથી માળીયા (મીં) પીપળીયા હજનાળી આમરણ સ્ટેટ હાઈવે રૂ. ૩૮ લાખના ખર્ચે (૬) સરદાર નગર (સરવડ) જોઈનિંગ ટુ પીપળીયા મહેન્દ્રનગર સરવડ રોડ રૂ. ૫૯ લાખ ૫૦ હજારના ખર્ચે આ બધા રોડમાં માટીકામ, મેટલકામ, ડામર કામ, નાળા કામ તથા સી.સી. રોડનું કામ કરવામાં આવશે, તેમજ (૭) નઝરબાગથી બૌદ્ધનગર ફિલ્ટર હાઉસ, ફોરેસ્ટ રેન્જ નર્સરી સુધીનો રસ્તો રૂ. ૯૦ લાખના ખર્ચે માટીકામ, મેટલકામ, ડામરકામ તથા નાળાકામ કરવામાં આવશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/