ઉધોગકારો ટ્રક માલિકો પાસેથી માલની નુકશાનીનો ચાર્જ વસુલ નિર્ણય રદ ન કરે ત્યાં સુધી ટ્રક હડતાળ ચાલુ રાખવાનો નીર્ધાર
મોરબી : મોરબીમાં આજથી હજારો ટ્રકોના પૈડાં થભી ગયા છે. માલની નુકશાનીનું વળતર ટ્રક ભાડામાંથી કપાત કરવા મુદ્દે આજથી ટ્રક હડતાળ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ભારે વરસાદથી રોડની ખરાબ હાલત હોય સીરામીક ટાઇલ્સ ભરીને નીકળતા ટ્રકમાં ટાઇલ્સને નુકશાન થતું હોવાથી આ નુકશાનીનું વળતર મેળવવા ઉધોગકારો કે વેપારીઓ ટ્રક ભળામાંથી કપાત કરતા હોવાથી આ નિર્ણયના વિરોધમાં ટ્રક હડતાળ પડવામાં આવી છે. અને જ્યાં સુધી આ નિર્ણય રદ ન કરાઇ ત્યાં સુધી ટ્રક હડતાળ ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.
મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજથી ટ્રક હડતાળ પાડવામાં આવી છે. આ મામલે મોરબીના ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પ્રભાતભાઈ આહીરે જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ ડીઝલના અતિશય ભાવ વધારા તથા ઉપરથી સીરામીક ઉધોગકારોએ ભાડા વસૂલ કરવાના નવા નિર્ણયનો અગાઉ વિરોધ કરાયો હતો. ભારે વરસાદથી મોટાભાગના માર્ગો તૂટી ગયા છે. જેમાં નેશનલ હાઇવેનો સર્વિસ રોડ ખરાબ હોવાથી સીરામીક ટાઇલ્સની હેરફેર કરતા ટ્રકોમાં સીરામીક ટાઇલ્સમાં ભાંગ તૂટ થાય છે. તેથી, સીરામીક ઉધોગકારોએ વેપારીઓને કહી દીધું છે કે, સીરામીક ટાઇલ્સમાં નુકશન થાય તો તેનું વળતર ટ્રક ચાલકો કે માલિકો પાસેથી વસુલ કરવું, એક તો લોકડાઉનથી ટ્રાન્સપોર્ટ ઉધોગને ભારે નુકશાન થયું છે.
ઉપરથી ડીઝલના ભાવ વધારા અને સીરામીકના આ નવા નિર્ણયથી ટ્રાન્સપોર્ટ ઉધોગ મુશ્કેલીઓ મુકાય ગયો છે. આથી, નિર્ણય રદ કરવા માટે સીરામીક ઉદ્યોગકારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમ છતાં ભાડા વસુલનો નિર્ણય રદ ન કરતા અંતે ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. એ બે દિવસ પહેલા સીરામીક એસો. ને પત્ર લખીને તૂટેલા રોડથી માલને નુકશાન થાય તો તેમાં ટ્રાન્સપોર્ટરો જવાબદાર નથી. અને આ અંગે 9 મી સુધીમાં યોગ્ય નિર્ણય ન લેવાય તો તા. 10 થી ટ્રક હડતાળ પડવાની ચીમકી આપી છે. આમ છતાં યોગ્ય નિર્ણય ન લેવાતા આજથી ટ્રક હડતાળ પાડવામાં આવી છે. આ સાથે જ તમામ ટ્રકોના પૈડાં થભી ગયા છે અને જ્યાં સુધી ટ્રક માલિકો પાસેથી માલની નુકશાનીનું વળતર મેળવવા માટે ટ્રક ભાડામાંથી કપાત કરવાનો નિર્ણય રદ ન કરાય ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાની ચીમકી પણ આપી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide