મોરબી: સરકારી હોસ્પિટલમાં ફેક્ટર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા માંગ

0
49
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીની સરકારી સિવિલ હોસ્પિટલમાં ફેક્ટર ઇન્જેક્શન ફરીથી ઉપલબ્ધ કરાવવા મોરબી ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે

(બાબુભાઈ પરમાર, પ્રમુખ, અનુસૂચિત જાતિ મોરચા જી. ભાજપ)

પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હતા ત્યારથી હિમોફોલિયાના દર્દીઓ માટે ફેક્ટર ઇન્જેક્શન ફ્રી કરેલ હતા પરંતુ મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ બાબુભાઈ પરમાર દ્વારા આરોગ્ય મંત્રી ગુજરાત સરકારને એક લેટર લખી રજૂઆત કરવામાં આવેલ છે કે મોરબીની સરકારી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી સેક્ટર ઇન્જેક્શનનો સ્ટોક ઉપલબ્ધ નથી જે પ્રધાનમંત્રી શ્રી દ્વારા વિનામૂલ્ય આપવાની યોજના હોવા છતાં છેલ્લા કેટલાય સમયથી ફેક્ટર ઇન્જેક્શન મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી તેમ જ આ સિવિલ હોસ્પિટલના સ્ટાફનું વર્તન પણ પ્રજા સાથે યોગ્ય નથી તેઓ પણ લોકોમાંથી સુર ઊઠી રહ્યો છે ત્યારે આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/