-
યુવકની ‘હેલ્પ ઇન ગુજરાતી’ યુ-ટ્યુબ ચેનલે મચાવી ધૂમ : માત્ર છ મહિનાના ટૂંકાગાળામાં યુ-ટ્યુબ ચેનલે 1 લાખથી વધુ સબસ્ક્રાઇબ્સ મળતા આ સિદ્ધિ હાંસલ થઈ
-
બાંધકામના વ્યવસાયી યુવકે ફુરસદના સમયે પોતાની યુટ્યુબ ચેનલ પર ખેડૂતો અને સામાન્ય માણસોને ઉપયોગી સરકારી યોજનાની માહિતી અંગેના 425થી વધુ વીડિયો બનાવીને અપલોડ કર્યા
મોરબી : મોરબીના યુવાનને યુટ્યુબ તરફથી સિલ્વર પ્લેબટન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બાંધકામના વ્યવસાયી યુવાને ફુરસદના સમયે પોતાની યુટ્યુબ ચેનલ પર ખેડૂતો અને સામાન્ય માણસોને ઉપયોગી સરકારી યોજનાની માહિતી અંગેના 425 થી વધુ વીડિયો બનાવીને અપલોડ કર્યા છે. જેથી, છ મહિનાના ટૂંકાગાળામાં યુવાનની યુટ્યુબ ચેનલે 1 લાખથી વધુ સબસ્ક્રાઇબ્સ મળતા યુવાનને યુટ્યુબ તરફથી આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
મોરબીના મૂળ બરવાળા ગામના વતની અને હાલ શહેરના રવાપર રોડ ઉપર આવેલ અવની પાર્ક સોસાયટીની બાજુના પ્રગતિ પેલેસમાં રહેતા હિતેશભાઈ લલિતભાઈ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જો કે આ યુવાનને ફુરસદની પળોમાં અન્યો સાથે ગપસપ કે ટોળ-ટપ્પા કરવાને બદલે ખેડૂતો અને સામાન્ય માણસોને ઉપયોગી થવા માટે યુટ્યુબ પર ચેનલ બનાવી છે. તેમણે 1 જાન્યુઆરી 2020 ના રોજ યુટ્યુબ ઉપર હેલ્પ ઇન ગુજરાતી ચેનલ લોન્ચ કરી હતી.
તેઓ બાંધકામના વ્યવસાય પછી જ્યારે જ્યારે ફુરસદ મળે ત્યારે ખેડૂતો અને સામાન્ય માણસો માટે ઉપયોગી સરકારી યોજનાઓની માહીતી અંગે વીડિયો બનાવીને પોતાની યુટ્યુબ ચેનલ પર મૂકે છે. આ રીતે તેમણે ખેડૂતો અને સામાન્ય માણસો માટે ખૂબ જ ઉપયોગી એવી વિવિધ સરકારી યોજનાઓની માહિતી વિશે અત્યાર સુધીમાં 425 થી વધુ વીડિયો બનાવીને અપલોડ કર્યા છે. આ વીડિયોએ તેમની ચેનલ પર ધૂમ મચાવી છે. તેમના તમામ વીડિયોને જોરદાર પ્રતિસાદ મળતા તેમની યુટ્યુબ ચેનલ ઉપર હાલ 1 લાખ, 10 હજાર જેટલા સબસ્ક્રાઇબ્સ છે. આ માત્ર છ મહિનાના ટૂંકાગાળાની સિદ્ધિ છે. આ બાબતની યુટ્યુબે નોંધ લીધી હતી અને યુવાનની ચેનલને સિલ્વર પ્લેબટન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ યુવાને આટલા ટૂંકાગાળામાં અદભુત સિદ્ધિ મેળવીને મોરબીનું ગૌરવ પણ વધાર્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide