મોરબી : ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગણી

0
28
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષક સંઘ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને કલેકટર આવેદનપત્ર અપાયું

મોરબી : મોરબી જિલ્લાના ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નો લાંબા સમયથી ઠેરના ઠેર જ રહ્યા છે. આથી, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધીને મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષક સંઘ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને કલેકટર આવેદનપત્ર અપાયું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગત માર્ચ-2019 માં ધો.10, 12ની પરીક્ષાનો શિક્ષકો દ્રારા પડતર પ્રશ્નોની ઉકેલની.માંગ સાથે બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પરંતુ તે વખતે શિક્ષણમંત્રી અને નાણામંત્રીના પ્રયાસો આ બાબતે સમાધાન થયું હતું. પરંતુ આજ દિન સુધી આ શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલાયા નથી. આ બાબતને ઘણો સમય વીતી જવા છતાં પડતર પ્રશ્નોનું સરકારે યોગ્ય નિરાકરણ ન કરતા શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી છે. ત્યારે પ્રાથમિક શિક્ષકોની જેમ પાંચ વર્ષના ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા માટે ઠરાવ થયો હતો. તે ઠરાવ શિક્ષકોને લાગુ પડવા માટે નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેનો પણ આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2016 પછી સરકારની પારદર્શિતાથી ભરતી થયેલા કર્મચારીઓની વર્ગ ઘટાડો થતા કે શાળા બંધ થતાં બિન શરતી કાયમી ફાજલનું રક્ષણ આપવા માટેની માંગણી પર ગ્રાહ્ય રહી નથી. સરકારી કર્મચારીઓને સાતમા પગારપંચનું એરિયર્સ ચુકવવામાં આવે છે. પણ ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો, કર્મચારીઓને આ સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત થઈ હોવા છતાં તેનો અમલ થયો નથી. તેથી, આ પડતર પ્રશ્નોનું એક માસમાં યોગ્ય નિરાકરણ નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/