વીર જવાનના પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય સિલસિલો જારી
(મનીષ હિરાણી દ્વારા) મોરબી : આર્મીમાં ફરજ બજાવતા ચોટીલાના વીર જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા. ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાના ઉદેશથી મોરબીના કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા ફાળો એકત્ર કરીને ૨૫ હજારની રકમ શહીદ પરિવારને અર્પણ કરી દેશ પ્રત્યે કર્તવ્ય ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના કુંઢડા ગામના વતની ભાવેશ રાઠોડ ૩ વર્ષે પૂર્વે આર્મીમાં જોડાયા હતા અને આર્મીમાં ફરજ બજાવતા હોય તે દરમિયાન શ્રીનગર ખાતે આકસ્મિક બનાવથી શહીદ થતા નાનકડા ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. વીર જવાનની શહાદત બાદ તેમના પાર્થિવદેહને માદરે વતન લાવીને પુરા સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે દેશના વીર જવાનની શહાદત પ્રત્યે ઋણ અદા કરવા તેમજ તેના પરિવારને મદદરૂપ થવાના ઉદેશથી મોરબીના કારીયાણા મર્ચન્ટ એસોસીએશન દ્વારા ફાળો એકત્ર કરવાનો નિર્ધાર કર્યો હતો. આથી મર્ચન્ટ એસોશિએસનના સભ્યો દ્વારા શહીદ પરિવાર પ્રત્યે કર્તવ્ય ભાવનાને ધ્યાને લઈને રૂપિયા ૨૫ હજારનો ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. જે ફાળો મર્ચન્ટ એસોસિએશનના સભ્યોએ શહીદ પરિવારને રૂબરૂ જઈ અર્પણ કર્યા હતો.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide