મોરબી : હસ્તી મેહતાના દવાખાને આયુર્વેદિક ચૂર્ણનું નિ:શુલ્ક વિતરણ કરાયું

0
60
/

મોરબી : ડો. હસ્તી મહેતાના દવાખાના ખાતે ગઈકાલે તા. 16ના રોજ આરોગ્યપ્રદ અને રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદિક ઔષધીય ચૂર્ણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો અનેક પરિવારોએ લાભ લીધો હતો. આ તકે ઔષધીય ચૂર્ણ બનાવીને ફ્રી વિતરણ કરનાર દાતા જયસુખભાઈ પી. ભલોડીયા તેમજ ડૉ. હસ્તી આઇ. મહેતા તથા સહકાર્યકર્તા ચંદ્રલેખા મેહતા, રશ્મિભાઈ દેસાઈ, કૌશિકાબેન રાવલ, કેતનભાઇ મેહતાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/