મોરબી: ઘર પાસે પાણી કાઢવા બાબતે યુવકે મહિલાને પાઇપ ફટકાર્યો

0
151
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

વજેપરમા બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી : હાલ મોરબીના વજેપર વિસ્તારમાં ઘર પાસે પાણી કેમ કાઢશ કહી નિલેશ નામના શખ્સે પાડોશમાં રહેતા ભાવનાબેનને ગંદી ગાળો આપી માથામાં લોખંડનો પાઇપ ફટકારી દેતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપર શેરી નંબર 17માં રામાપીર મંદિરથી આગળ રહેતા ભાવનાબેન ભુપતભાઈ ખાણધર નામના મહિલાને પાડોશમાં જ રહેતા નિલેશભાઈ અરજણભાઈ સતવારા નામના યુવાને મારા ઘર પાસે કેમ પાણી કાઢે છે તેમ કહી જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલી લોખંડના પાઈપ વડે માથામાં એક ઘા મારી ઈજા પહોંચાડતા ભાવનાબેને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભાવનાબેનની ફરિયાદને આધારે આરોપી નિલેશભાઈ અરજણભાઈ સતવારા વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી નીલેશને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/