મોરબીમાં આવાસ યોજનાના નામે ચીટિંગ કરનાર શખ્સનો શરતી જામીન પર છુટકારો

0
54
/

મોરબી: મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના બેાગસ સિક્કા બનાવી લોકોને છેતરીને નાણા પડાવી લેવાયા હોય ચીટીંગનેા ગુનો નેાંધાયા બાદ યુવાનને પેાલીસે દબોચ્યો હતો  જેલ હવાલે રહેલ ચીટીંગના ગુનાના આરોપીએ તેમના વકીલ મારફત હાઈકોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે શરતી જામીન આપ્યા હતા.

મોરબીમાં રહેતા જયશ્રીબેન જયંતીલાલ ઉપાધ્યાયે મેારબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, વિશ્વાસ કેળવીને વિશાલ પંચોલી નામના યુવાએ સરકારના મુખ્યમંત્રી આવાસ યોજનાના સરકારી મકાન અપાવી દેવાનું કહ્યુ હતુ. મોરબી નગરપાલિકામાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખોટા સિક્કા બનાવીને વિશાલે તેમને તેમજ અન્યને પૈસા મળી ગયાની બેાગસ પહોંચો બનાવી આપીને નાણા પડાવ્યા હતા. જેને પગલે એ ડીવીઝન પોલીસે વિશાલ પંચોલીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરાયેા હતેા.આરોપી વિશાલ પંચેાલીએ જાણીતા એડવોકેટ દિલીપ અગેચણીયા મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. હાઈકોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળીને આરોપી વિશાલને રૂા.૧૦ હજારના શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો છે આરોપી તરફેથી મોરબીના એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા, જીતેન અગેચણીયા, જીતુ સોલંકી, વિવેક વરસડા તેમજ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ પ્રેરક ઓઝા પણ રોકાયેલ હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/