ભૂતકાળમાં પણ મૃતકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો : બનાવની પોલીસ તપાસ ચાલુ હવે પતિ આપઘાત કરશે તો બે છોકરીઓને લઈને ક્યાં જઈશ, તેવા ભય સાથે પરણિતાનું અંતિમ પગલું
મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામમાં એક મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક મહિલાએ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હવે પતિ આપઘાત કરશે તો બે છોકરીઓને લઈને ક્યાં જઈશ, તેવો પરિણીતાને ભય લાગ્યો હતો. આવી બીકે મૃતકે અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશ રાજ્યના જાબુંવા જિલ્લાના કાલીદેવી તાલુકાના ખજુરખો ગામના વતની તથા હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામમાં આવેલ જય ખોડીયાર મિનરલ કંપનીમાં મજૂરી કામ કરતા અને લેબર કવાર્ટસમા રહેતા સરમેશભાઇ કીડીયાભાઇ નિનામા (ઉ.વ. ૨૩)ના પત્ની ભુરાબેને ગઈકાલે તા. 16ના રોજ પોતાના રહેણાકના રૂમમાં પંખા સાથે પ્લાસ્ટીકની રસી જેવુ દોરડુ બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પતિ સરમેશભાઇએ મોરબી તાલુકા પોલીસમાં નોંધ કરાવવામાં આવી છે. જેના આધારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide