મોરબી: ઈન્ડિયન મેડિકલ એશોસીએશનના પ્રમુખ- ઉપ પ્રમુખ તથા મંત્રી ની વરણી

0
78
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: તાજેતરમાં મોરબી ખાતે ઈન્ડીયન મેડિકલ એશો. ના નવા પ્રમુખ તથા મંત્રી પદે હોદ્દેદારો ની વરની કરવામાં આવેલ હતી

વિગત મુજબ ગઈકાલે ઇન્ડિયન મેડિકલ એશો. મોરબી શાખાનો પડગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં નવી ટીમમાં પ્રમુખ તરીકે ડો. વિજય ગઢિયા તેમજ મંત્રી પદે ડો. દિપક અધારા ની વરણી કરવામાં આવેલ હતી તદુપરાંત નવા વર્ષમાં અન્ય પદાધિકારીઓ માં ખજાનચી તરીકે ડો. ભાવિન ગામી, ઉપ પ્રમુખ તરીકે ડો. દિપક બાવરવા અને જયદીપ કચરોલા સહમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવેલ હતી તેમજ બોર્ડ મેમ્બર તરીકે ડો. જયેશ સનારીયા, ડો. અશ્વિન બુધ્ધદેવ, ડો. દેવીનાબેન અખાની, ડો. હસમુખ સવસાની, ડો. અલ્પેશ ફેફર, ફો. ચિરાગ આઘારા, અને ડૉ. જયેશ પનારાનો સમાવેશ થાય છે. આ પદગ્રહણ ઈન્સ્ટોલેશન ચેરમેન ડો. ધર્મેશ મણિયાર, ડો. દિલીપ તન્ના, તથા ડો. જયદીપ ગોસાઈ દ્વારા કરવામાં આવેલ હતો આ તકે આઈ. એમ. એ. હોલ કમિટી પ્રમુખ ડો. રમેશ બોડા હાજર રહેલ હતા આ કાર્યક્રમમાં ગત વર્ષે થયેલ કાર્યક્રમ ની રૂપરેખા રજુ કરાયેલ હતી અને નવા પ્રમુખ તેમજ મંત્રી દ્વાર આવનારા વર્ષની યોજનાનો ચિતાર રજુ કરાયો હતો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/