ગેસના સિલિન્ડરનું નિશાન ધરાવતા અપક્ષ ઉમેદવારનો વેગ પકડતો ચૂંટણી પ્રચાર
મોરબી : હાલ 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આડે હવે માત્ર જૂજ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બન્ને મુખ્ય પક્ષો સિવાયના અપક્ષ ઉમેદવારો પણ પોતાની લોકપ્રિયતાનો ચમકારો દર્શાવી રહ્યા છે. મોરબી સબ જેલની પાછળ મકારાણીવાસમાં રહેતા ઇસ્માઇલભાઈ યારમહંમદભાઈ બ્લોચે આ પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમને ફાળવવામાં આવેલું ચૂંટણી ચિન્હ ગેસનું સિલિન્ડર છે.
માત્ર 27 વર્ષની નવયુવાન વયે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જંપલાવનાર ઇસ્માઇલ બ્લોચ સ્થાનિક વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે એવું એમની ચૂંટણી સભા જોઈને સ્થાનિકો જણાવી રહ્યા છે. ઇસ્માઇલભાઈ બ્લોચે પાછલા દિવસોમાં લગધીરવાસ ચોક, વાઘપરા, હરિજનવાસ, વણકરવાસ, યદુનંદન ગૌશાળાવાળા રોડ પર, લીલાપર સહિત કાલિકા પ્લોટની તમામ સોસાયટીઓમાં તેઓનું પ્રચાર અભિયાન ચલાવ્યું છે. કાલિકા પ્લોટ વિસ્તારમાં આશરે 14 હજાર મતદારો પૈકી ત્રણેક હજાર મતદારો તેમની સભામાં ઉમટી પડ્યા હોવાનો તેમના સમર્થકોએ દાવો કર્યો હતો. આ સભામાં દરેક જ્ઞાતિ જાતિના લોકો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા એમ તેમના સમર્થકોએ જણાવ્યું હતું.
અત્યાર સુધીમાં અપક્ષ ઉમેદવાર ઇસ્માઇલભાઈ બ્લોચ મકરાણીવાસ તથા કાલિકા પ્લોટમાં એક એક ચૂંટણી સભાનું આયોજન કરી ચુક્યા છે. લીલાપર કેનાલરોડ સ્થિત મહિલા પોલીસ લાઈન પાસે બ્લોચ સમાજના ડેલામાં તેઓનું મધ્યસ્થ કાર્યાલય ધમધમે છે. ઇસ્માઇલભાઈ બ્લોચને રિયાઝભાઈ મેમણનું સમર્થન મળ્યું છે. જેઓ હોસ્પિટલની જરૂરિયાતમંદ લોકો માટે સેવાકાર્ય ચલાવે છે. હાલના ચૂંટણી માહોલ વચ્ચે અપક્ષ ઉમેદવારનું ડોર ટુ ડોર પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે જેમાં તેઓ પત્રિકાઓ વહેંચીને પોતાની વાત મતદારો સુધી પહોંચાડી રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide























