તાજેતરમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યાશાખાઓના પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે બી.કોમ. સેમ-૪મા મોરબી જનતા ક્લાસીસની વિદ્યાર્થીની ચંદારાણા દ્રષ્ટી સુનિલભાઈએ ૭૦૦ માંથી ૬૦૭ ગુણ મેળવી સમગ્ર યુનિવર્સિટીમા પ્રથમ નંબર મેળવી ક્લાસીસ તેમજ સમગ્ર મોરબીનુ ગૌરવ વધાર્યુ છે.
મોરબીમા છેલ્લા ચાર દાયકાઓથી કાર્યરત જનતા ક્લાસીસમા ધો-૧૦ , ૧૧ , ૧૨ (કોમર્સ) , બી.કોમ. , બી.બી.એ. , એમ.કોમ. સહીતના અભ્યાક્રમોનુ બન્ને માધ્યમોમા બધા જ વિષયો નુ માર્ગદર્શન આપવામા આવે છે. પ્રતિ વર્ષ ઉચ્ચ પરિણામ આપતી આ સંસ્થાએ પ્રવર્તમાન વર્ષે પણ શૈક્ષણીક સિધ્ધી હાંસલ કરી છે.
મોરબી શહેરના એવન્યુ પાર્ક , રવાપર રોડ સ્થિત જનતા ક્લાસીસના સંચાલકો પ્રવિણ ભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે દ્રષ્ટી બેન ચંદારાણાએ યુનિવર્સિટીમા મેળવેલ પ્રથમ ક્રમાંક બદલ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે. દ્રષ્ટીબેનના પિતા સુનિલભાઈ તેમજ કાકા મેહુલ ભાઈએ પણ જનતા ક્લાસીસમા પ્રવિણભાઈ કક્કડ પાસે જ અભ્યાસ કરેલ છે.
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide