મોરબી: જેતપર (મચ્છુ) ગામના મહિલા સરપંચના પતિને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

0
174
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મેારબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ જેતપર (મચ્છુ) ગામે પોસ્ટ ઓફિસ પાસે રહેતા અને સરપંચના પતિ નિલેશભાઇ પ્રાણજીવન યભાઈ અઘારા પટેલ (ઉંમર ૪૦) નામનાે યુવાન ગઇકાલે ગામમાં વિનુભાઈના ગેરેજ નજીક ઊભા હતા ત્યારે તેઓની પાસે રાજેશ ઉર્ફે રાજુ પાવભાજી ભુદરભાઇ કંડીયા પટેલ રહે.જેતપર તેમની પાસે આવ્યેા હતાે અને તેની માતાના વિધવા પેન્શન બાબતે સરપંચના પતિ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે નિલેશભાઈ કહ્યું હતું કે સોમવારે તલાટી આવશે ત્યારે આ બાબતે ઘટતુ કરી આપશે તેમ છતાં ઉગ્ર બોલાચાલી કર્યા બાદ રાજશે નિલેશભાઈને ઢીકાપાટુનેા માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ પત્થરનેા છુટેા ઘા કરતા નિલેશભાઈને પગના ભાગે ઈજા થઈ હતી જે સંદર્ભે નિલેશભાઈ અઘારાએ રાજેશ કંડીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજાએ આગળની તપાસ ચલાવી  છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/