મોરબી-જેતપર રોડ ઉપર ડમ્પરચાલકોનો અતિ ત્રાસ : રોડ ઉપર જ માટી-પથ્થરના ઢગલા કરે છે

0
131
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
હાલ મોરબી સિરામિક એસોશીએશન ગંભીર બાબતે તમામ કારખાનેદારો અને ડમ્પર માલિકોને કડક ઠપકો આપે તે જરૂરી

મોરબી : હાલ સિરામિક હબ મોરબીમાં પોષતું તે મારતું ઉક્તિ મુજબ ઉદ્યોગના ફાયદાની સાથે ગેરફાયદા પણ વધુ પ્રમાણમાં જોવા મળતા નિર્દોષ નાગરિકોને સહન કરવું પડે તેવી સ્થિતિમાં ગતરાત્રીના જેતપર પીપળી રોડ ઉપર અકલ વગરના ડમ્પર આઈવા ચાલકે રોડ ઉપર જ પથ્થર માટી ઠાલવી દેતા આ રોડ ઉપરથી પસાર થવું વાહનચાલકો માટે કપરું અને કઠિન બન્યું છે, આ મામલે સિરામિક એસોસીએશન આ કાયમી પ્રશ્નનો ઉકેલ લાવે તેવું મોરબીની જનતા ઈચ્છી રહી છે.

મોરબી ફરતે આવેલા સિરામિક યુનિટોમાં માટી સહિતનું રો મટોરિયલ વહન કરતા આઈવા અને ડમ્પર ચાલકોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ગતરાત્રીના જેતપર પીપળી રોડ ઉપર કોઈ ડમ્પર ચાલકે આવું જ કૃત્ય આચરી રોડની વચ્ચોવચ માટી અને મસ મોટા ઢેફા ઠાલવી દેતા નાના વાહનો અને ખાસ કરીને બાઈક ચાલકોને જીવનું જોખમ સર્જાયું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબીના જેતપર પીપળી રોડ ઉપરાંત ઘુટુ રોડ, લાલપર રોડ અને નેશનલ હાઇવે ઉપર પણ આવા અક્કલ વગરના ડમ્પર ચાલકો મન પડે ત્યાં સિરામિકનો રગડો અને આવી માટી ઠાલવી દેતા હોય વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/