મોરબીના જેતપરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

0
56
/

જેતપર અને આજુબાજુના 500 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો

મોરબી : હાલ મોરબી તાલુકાના જેતપર ગામે કષ્ટ ભંજન બજરંગ મંડળ અને મોરબી જિલ્લાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તા. 27 ને રવિવારે જેતપર કુમાર પ્રાથમિક શાળા ખાતે ફ્રી નિદાન કેમ્પ તથા સારવારનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

મોરબી તાલુકાના જેતપર ગામે કષ્ટ ભંજન બજરંગ મંડળ જેતપર દ્વારા મોરબી જિલ્લાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોદ્વારા સર્વ રોગ નિદાન તથા ફ્રી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો. આ કેમ્પમાં આંખ, હાડકા, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, હૃદયરોગ, કિડની, લીવર, ચામડી,, સ્ત્રી રોગ, કાન, નાક, ગળાના સહિત 500 થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો.આ કેમ્પમાં મોરબી જિલ્લાના ડો. મયુર સદાતીયા, ડો. કૌશલ ચીખલીયા,ડો.સાગર હાસલીયા, ડો. વૈશાલી સરડવા, ડો. તૃપ્તિ સાવરિયા, ડો. એમ.એન. હોથી સહિતના તબીબોએ સેવા આપી હતી. કેમ્પને સફળ બનાવવામાં કષ્ટભંજન બજરંગ મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/