કચ્છમાંથી હિજરત કરીને નીકળતા માલધારીઓની ગોયો માટે કર્તવ્ય જીવદયા ગ્રુપનું પ્રેરણાદાયી કાર્ય
(પરેશ મેરજા દ્વારા) મોરબી : કચ્છમાં દુષ્કાળની સ્થિતિને કારણે માલઢોરને બચાવવા માટે માલધારીઓ ગોમાતાઓ સાથે હિજરત કરી રહ્યા છે.ત્યારે મોરબીના નગડાવસ અને હરિપર ગામે કચ્છથી હિજરત કરીને નીકળેલા માલધારીઓની ગોમાતાઓ માટે કર્તવ્ય જીવદયા ગ્રપે પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.જેમાં ભૂખ તરસે ભાભરડા નાખતી 300 જેટલી ગોમાતાઓને લીલો ઘાસચારો ખવડાવીને માનવ ધર્મ દિપાવ્યો છે.
કચ્છમાં ગતવર્ષે ખૂબ જ ઓછો વરસાદ પડતાં દુષ્કાળ પડ્યો છે.નજર સામે જ ભૂખ તરસે ભભરડા નાખીને કણસતા માલઢોરને બચાવવા માટે માલધારીઓને પોતાના ઢોર ઢાખર સાથે વતન માંથી હિજરત કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.આથી બીજી જગ્યા માલઢોર માટે પાણી અને ચારાની વ્યવસ્થાની આશા સાથે માલધારીઓ કચ્છમાંથી હિજરત કરીને સોરાષ્ટ્ તરફ આવી રહ્યા છે.ત્યારે માલધારીઓ ગોમતાનને બચાવવા માટે મોરબી આસપાસના જીવદયા પ્રેમી લોકો તેમની વ્હારે આવ્યા છે.જેમાં મોરબીના નાગડાવાસ અને હરિપર ગામે કચ્છથી હિજરત કરીને માલધારીઓ 300 ગોમાતાઓ સાથે નીકળ્યા હતા.આ બાબતની જાણ થતાં કર્તવ્ય જીવદયા ગ્રુપના સેવાભાવી કાર્યકરોએ આ ગોમાતાઓ માટે પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું હતું અને 300 ગોમાતાઓ 200 મણ લીલું ઘાસ ખવડાવીને માનવતા દીપાવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.