15થી વધુ બમ્પ અને ડેલાને તોડી પાડ્યા, મચ્છીપીઠમાં 24 દબાણકારોને નોટિસ આપી
મોરબી : તાજેતરમાં મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગઈકાલે જૂથ અથડામણની ઘટના બની હતી. આ બનાવની ગંભીરતાથી લઈને પોલીસ અને પાલિકા તંત્રએ મચ્છીપીઠ વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી કરી હતી. જેમા મચ્છીપીઠમાં 24 દબાણકારોને નોટિસ ફટકારી હતી. તેમજ જોન્સનગર વિસ્તારમાં પોલીસ અને પાલિકાની ટીમે ડીમોલેશન હાથ ધર્યું હતું. આ વિસ્તારમાં બનાવેલા બિનજરૂરી 15 થી વધુ બમ્પ અને એક ગેરકાયદે ડેલાને તોડી પાડેલ હતા.
મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં આજે ડીવાયએસપી રાધિકા ભરાઈ, એ ડિવિઝન પીઆઇ. જે. એમ. આલ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિતની ટીમ દોડી ગઈ હતી અને પોલીસે આ વિસ્તારમાં ફૂટ પેટ્રોલીગ કર્યું હતું. તેમજ પાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારમાં દબાણોનો સર્વે કરવામાં આવ્યો હતો અને ગેરકાયદે દબાણો કરનાર 24 લોકોને નોટિસ ફટકારી હતી. આ દબાણકારોને આગામી 3 તારીખ સુધીમાં સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લેવાની મુદત આપવામાં આવી છે. આમ છતાં પણ દબાણો નહિ હટાવાઈ તો ડીમોલેશનની કામગીરી કરાશે તેવી ચીફ ઓફિસરે ચેતવણી આપેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide