મોરબી જુના બસસ્ટેન્ડ નજીક મોડીરાત્રે બે જૂથ વચ્ચે અથડામણ

    0
    2
    /

    [રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા એક જ કુટુંબના સભ્યો વચ્ચે મોડીરાત્રે નજીવી બાબતે તકરાર થયા બાદ મહિલાઓ અને પુરૂષો મેદાનમાં આવી ગયા હતા અને સોડા બોટલ, તપેલા, લાકડી, ધોકા અને પાઇપ સાથેના હથિયારો સાથે બઘડાટી બોલાવતા અડધી રાત્રે સીટી એ ડિવિઝન સહિતની તમામ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ બન્ને જૂથના સભ્યોને રાઉન્ડઅપ કરી લીધા હોવાનું જાણવા મળે છે.

    બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં રહેતા મિયાણા સમાજના બે કૌટુંબિક પરિવારો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયા બાદ બન્ને જૂથના લોકો હાથ આવ્યું હથિયાર લઇ મેદાને આવી જતા પરિસ્થિતિ તંગ બની હતી, બીજી તરફ ધાણીફુટ પથ્થરમારાની સાથે સોડા બોટલ, તપેલા, ચમચા, લાકડી, ધોકા પાઇપ અને ઘાતક હથિયારો સાથે બન્ને પરિવાર સામે સામે આવી ગયાની જાણ પોલીસને થતા એલસીબી, એસઓજી અને સીટી એ ડિવિઝન પોલીસના ઘાડેધડા જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં દોડી ગયા હતા અને રાત્રે જ બન્ને જૂથના સભ્યોને રાઉન્ડઅપ કરી લઈ એ ડિવિઝન પોલીસ મથકે બેસાડી દેવામાં આવ્યા હતા. જો કે, બન્ને જૂથ એક જ પરિવારના હોય એ મામલે હાલમાં ચેપટર કેસની કાર્યવાહી પોલીસે હાથ ધર્યાનું જાણવા મળે છે.

    વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

    તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

    અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

    /