મોરબી: ઘુંટુ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત

0
451
/

મોરબી: ઘુંટુ નજીક કાર અને બાઈક વચ્ચે ગઈકાલે રાત્રીના કસ્માતમાં બે યુવાનોના મોત થયાના સમાચાર મળી ચુક્યા છે

પ્રાપ્ત વિગતો મુજબ મળતી વિગત પ્રમાણે ગત રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં મોરબીની અંદર મિસ્ત્રી કામ પૂરું કરીને હળવદ તાલુકાના બે યુવાનો બાઈકમાં ડબલ સવારી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઘુટુ ગામ પાસેથી પસાર થઈ રહેલી કારના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક સવાર બંને યુવાનો ગંભીર રીતે ઈજા પામ્યા હતા અને એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જોકે બીજાને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબી થી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો પરંતુ રાજકોટ ખસેડાયા યુવાનનું પણ સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે

મૃતક યુવાનો ના નામ (1)-રમેશભાઈ કેશવજીભાઇ રાઠોડ જાતે મિસ્ત્રી (ઉંમર વર્ષ ૪૭), રહે. હળવદ

(2)- અશોકભાઈ વનનારાયણ વિશ્વકર્મા (ઉંમર વર્ષ ૪૦) રહે, હળવદ

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/