મોરબી : મોરબીના ઘૂટુ ગામ નજીક આવેલી પોલિટેક્નિક કોલેજમાં ચાલતા કોવિડ કેર સેન્ટરમાં સફાઈ અંગે પૂરતું ધ્યાન ન આપવામાં આવતું હોવાથી કોવિડ સેન્ટરના ટોયલેટ, વોશબેસીન તેમજ દર્દીઓના બેડની આસપાસ અસહ્ય ગંદકી હોવાથી દર્દીઓની હાલત કફોડી બની હતી. જે અંગે એક દર્દીએ વિડીયો બનાવી કોવિડ સેન્ટરની સ્થિતિ દર્શાવતો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.
જે અંગેનો અહેવાલ મોરબી અપડેટમાં આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. અને આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું. આ કોવિડ સેન્ટરનું બિલ્ડીંગ માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું હોવાથી તેની સફાઈ અને જાળવણી આ વિભાગને કરવાની રહે છે. જેથી, આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાએ જવાબદાર અધિકારીને સૂચના આપતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોવિડ સેન્ટરમાં સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide