હાલ ભોગ બનનાર યુવાનની જામનગર રહેતી મંગેતર સાથે ફોનમાં વાતો કરતા રાજકોટના બે શખ્સોનું પરાક્રમ : પોલીસ ફરિયાદ
મોરબી : તાજેતરમા મોરબીમાં રહી સિરામીક ઇન્સ્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ જામજોધપુરના વતની પટેલ યુવાનનું રાજકોટના બે શખ્સોએ છરીની અણીએ એક્ટિવા મોટર સાયકલ ઉપર અપહરણ કરતા પરિવારજનોએ પોલીસને ત્વરિત જાણ કરતા પોલીસે યુવાનને ગણતરીની ઘડીમાં અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી રાજકોટના બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ જામજોધપુર ગામના વતની અને હાલમાં મોરબી ખાતે નિત્યાનંદ સોસાયટી મહાવીર સોસાયટી શેરી નં-૦૩માં ભાડાના મકાનમાં ભાઈ ભાભી સાથે રહેતા હેમેનભાઈ પ્રવીણભાઈ પરસાણીયાની સગાઈ જામનગર થઈ હોય તેમની મંગેતર સાથે આરોપી પ્રેમ કરતો હોય અને ફોનમાં વાતો કરતો હોય રાજકોટના સાહિલ સંધી અને જાવેદ નામના શખ્સો ગઈકાલે અચાનક હેમેનભાઈના ઘરે આવી ચડ્યા હતા.
બાદમાં રાજકોટના સાહિલ સંધી અને જાવેદ નામના બન્ને શખ્સોએ માથાકૂટ કરી હેમેનભાઈનું છરી બતાવી એક્ટિવા મોટર સાયકલમાં અપહરણ કરી લઈ ગયા હતા અને હેમેનભાઈની મુક્તિ માટે રૂપિયા 50 હજારની માંગણી કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide