મોરબી : મોરબી સહિત ભારતભરમાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. પોલીસ તંત્ર ચૂંટણીને લગતી વ્યવસ્થામાં ઊંધામાથે થઈ કામગીરી કરી રહ્યું છે. ત્યારે એલ.સી.બી ટીમે બાતમીના આધારે માળીયા મિયાણામાં જુદી જુદી ચાર જગ્યાએ દરોડા પાડ્યાં હતા.
એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજા અને પી.એસ.આઈ. આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીને બાતમી મળી હતી કે માળીયા મિયાણાના જુદા જુદા વિસ્તારમાં દેશી વિદેશી દારૂના હાટડા ધમધમે છે. જેના આધારે પ્રથમ રેડ નવાગામની વાડી વિસ્તારમાં કરતા ૪ બેરલ ભરેલા લાખો લીટર દેશી દારૂ બને એટલો દેશી દારૂનો આથા સહિત કુલ ૩૫૪૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.
બીજા દરોડામાં ૦૫ બેરલ આથો પકડી રૂ.૩૯૦૦ કિંમતનો મુદામાલ પકડી પાડયો છે જેમાં આ માલ અસલમ જેડાનો હોવાનું ખુલતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્રીજા દરોડામાં ૦૪ બરેલ આથા સહિતનો ૩૫૦૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. જેમાં અમરૂદિન જેડાનું નામ ખુલ્યું છે. જ્યારે ચોથા દરોડામાં દેશી દારૂ અને આથો મળી કુલ રૂપિયા ૨૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
એક સાથે ચાર દારૂના દરોડા પાડી માળીયા મિયાણા પોલીસના નાક નીચે ચાલતા દેશી દારૂના વેપલો પકડી એલ.સી.બીએ માળીયા મિયાણા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાવી છે.
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide