મોરબી: પોલીસચોકીનું લખધીરસિંહજી નામ કરવા કરણી સેના-ક્ષત્રીય સમાજની માંગ

0
165
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] આજે મોરબીના સામાકાંઠે આવેલ પોલીસ ચોકીનું નામ લગધીર ગેટ પોલીસ ચોકી લખવામાં આવ્યું હોય જે મહારાજાના નામ પરથી હોય જેથી કરણી સેના અને ક્ષત્રીય સમાજ દ્વારા પોલીસ ચોકીનું નામ લગધીરસિંહજી કરવા માટે માંગ કરી છે

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા જીલ્લા કલેકટર અને એસપીને આવેદન પાઠવી જણાવ્યું છે કે લગધીરગેટ પોલીસ ચોકીનું નામ મહારાજા શ્રી લગધીરસિંહજીના નામ પરથી રાખવામાં આવ્યું છે જ્યાં પોલીસ ચોકીના બોર્ડ પર લગધીરસિંહજીના સ્થાને લગધીર ગેટ પોલીસ ચોકી લખેલ છે જે મહારાજા માટે અપમાનજનક લાગે છે જેથી કરણી સેના અને ક્ષત્રીય સમાજ મોરબી દ્વારા આવેદન પાઠવી પોલીસ ચોકીનું નામ લગધીરસિંહજી લખવામાં આવે તેવી માંગ કરી છે માત્ર બે શબ્દ ઉમેરીને સમગ્ર મોરબી ક્ષત્રીય સમાજની લાગણીને માન આપવામાં આવે તેવી અપીલ કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/