મોરબીની લક્ષ્મીનગર સોસાયટીમાં પાણીની લાઇન નાખવા રજુઆત

8
103
/

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં વર્ષોથી પાણીની લાઇન ન હોવાથી સ્થાનિકોને પાણી મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.તેથી પાણી પ્રશ્ન ઉકેલવા માટે સ્થાનિકોએ તેમના વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવા કલેકટર રજુઆત કરી હતી.

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા નાનજીભાઈ ભાણજીભાઈ સારેસાએ સામાજિક કાર્યકરો સુરેશભાઈ શિરોહિયા અને હરોભાઈ રાતડીયા સાથે અધિક કલેકટર કેતન જોશીને આવેદન પત્ર આપીને રજુઆત કરી હતી કે, લક્ષ્મીનગર સોસાયટી ત્રાજપર ગ્રામ પંચાયત હેઠળ આવે છે.પરંતુ આ વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી નથી.જેના કારણે સ્થાનિક રહીશોને પાણી મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તેથી આ વિસ્તારમાં પાણી પ્રશ્ન ઉકેલમાં માટે તંત્ર દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે બહાર રાજ્યોના લોકોને પીવાનું પાણી મળે છે.પરંતુ સ્થાનિકીના પાણી પ્રશ્ન ઉકેલવામાં કોઈ તસ્દી લેવામાં આવી નથી. વર્ષ 2010થી તેઓ તેમના વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાની માંગણી કરી રહ્યા છે.પરંતુ હજુ સુધી તેમની માગણી સરકારી તંત્રએ કાને ધરી નથી.આ ઉપરાંત તેમણે તે વિસ્તારમાં ગેરકાયદે ગટરના પાણીના નિકાલ બાબતે તાલુકા પંચાયત પર ભંષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.