નગરપાલિકાના રોશની વિભાગના ચેરમેનની ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત
મોરબી : મોરબીમાં નવી લાખોના ખર્ચે નખાયેલી એલ.ઇ.ડી.લાઈટો વારંવાર ગુલ થઈ જતી હોવાથી અનેક વખત જવાબદાર કોન્ટ્રાકટર સામે આંગળી ઉઠી છે.ત્યારે શહેરમાં કેટલીય લાઈટો બંધ હોવાથી અંધારપટ સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જોકે જવાબદાર કોન્ટ્રાકટર આ મામલે ઘોર બેદરકારી દાખવતો હોવાથી નગરપાલિકાના રોશની વિભાગના ચેરમેને ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત કરી તેનો કોન્ટ્રાકટ રદ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મોરબી પાલિકાના રોશની વિભાગના ચેરમેન ગૌરીબેન દશાડિયાએ ચીફ ઓફિસર તથા પાલિકા પ્રમુખ અને કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબી શહેરમાં નવી નખાયેલી એઇ.ઇ.ડી.લાઈટો જ્યાં જુઓ ત્યાં બંધ હાલતમાં જોવા મળી રહી છે.શહેરની નાની મોટી શેરી હોય કે મેઈન રોડ ધણી જ્યારે આ નવી લાઈટો બંધ છે.તેથી અંધારપટ સર્જાતા રાત્રીના સમયે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છેજોકે વીજ બચત માટે પાલિકા તંત્રનો આ એલ.ઇ.ડી.લાઈટો નાખવાનો ઉદ્દેશ તો સારો હતો .પરંતુ એલ.ઇ.ડી.લાઈટ નાખવાનો કોન્ટ્રાકટ સભળતા કોન્ટ્રકટરની ઘોર બેદરકારીને કારણે આ ઉદ્દેશ જળવાતો નથી. કારણકે આ કોન્ટ્રાકટર બંધ થયેલી લાઈટો નવી બદલતો પણ નથી અને રિપેર પણ કરી આપતો નથી.આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં હજુ લાઈટો નખાઈ નથી .ત્યારે સરકાર તરફથી મળેલી આશરે 20 હજાર લાઈટો ગઈ ક્યાં.તેથી આ બાબતે કોન્ટ્રકટરની જવાબદારી ફિક્સ કરી તેનો કોન્ટ્રાકટ રદ કરી તેની સામે યોગ્ય કાર્યવાહી કરી શહેરમાં બંધ હાલતમાં રહેલી લાઈટોને બદલાવી નવી નાખવાની તેમણે માંગ કરી છે
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide