મોરબી : ગ્રંથપાલની છેલ્લા ત્રણ મહિનાથી એક જ વાર હાજરી, સરકારી પુસ્તકાલય પટ્ટાવાળાના રામભરોસે!

0
49
/
ચાર્જમાં રહેલા ધ્રાગ્રાંધ્રાના ગ્રંથપાલ ત્રણ મહિને એક જ વાર આવે છે : કોન્ટ્રાકટ બેઇઝના કર્મચારીના પગારમાંથી ગ્રંથપાલ કટકી પણ કરતા હોવાનો આક્ષેપ

મોરબી : હાલ સરકારી કચેરીઓમાં પારદર્શક વહીવટની દુહાઈ દેવામાં આવે છે. તેની વચ્ચે એક કડવી વાસ્તવિકતા સામે આવી છે. જેમાં મોરબીના એક સરકારી પુસ્તકાલયનું ગ્રંથપાલને બદલે પટાવાળો જ સંચાલન કરે છે. એ પણ માત્ર રૂ. 4 હજારના પગારમાં જ. આ ઉપરાંત, કોન્ટ્રાકટ બેઇઝના કર્મચારીના પગારમાંથી ગ્રંથપાલ કટકી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. સમાપક્ષે ગ્રંથપાલે કોન્ટ્રાકટ બેઇઝના કર્મચારીના આ આક્ષેપને નકારી પણ કાઢ્યો છે.

મોરબીના સામા કાંઠે આવેલ લાલબાગ પાસેના તાલુકા સેવા સદનની અંદર આવેલ વર્ષો જૂનું સરકારી પુસ્તકાલયમાં વાંચકોની સંખ્યા વધી છે. લોકો પાસેથી માત્ર રૂ. 50 લઈને પાંચ વર્ષ સુધી સભ્ય બનાવવામાં આવે છે. હાલ આ પુસ્તકાલયમાં 2 હજાર સભ્યો છે. પહેલા કરતા સભ્યો વધ્યા છે. પાંચ વર્ષ પહેલાં 1 હજાર સભ્યો હતા. તેમાંથી વધીને હવે 2 હજાર થયા છે. પુસ્તકોની વાત કરીએ તો પાંચ વર્ષ પહેલાં 13 થી 14 હજારની આસપાસ પુસ્તકો હતા. પણ હાલ પુસ્તકો વધતા હવે 15 થી 17 હજાર જેટલા વૈવિધ્યસભર પુસ્તકોનો ખજાનો છે. જેમાં જુના સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ છે. હાલ દરરોજ 40 જેટલા લોકો પુસ્તકોનું વાંચન પણ કરે છે.

સરકારી પુસ્તકાલયમાં હાલ ખાટલે મોટી ખોટ એ છે કે આ પુસ્તકાલયમાં ગ્રંથપાલ છે ખરા. પણ ચાર્જમાં હોવાથી આ ગ્રંથપાલ ધ્રાગ્રાંધ્રામાં છે. તેઓ ત્રણ મહિના એકવાર મોરબીમાં આવે છે. આથી. એક પટાવાળા જ આ આખું પુસ્તકાલય ચલાવે છે અને બીજા એક સફાઈ કર્મચારી છે. આ બન્ને કર્મચારીઓ કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરે છે. મોરબી સરકારી પુસ્તકાલયમાં ચાર્જમાં રહેલા ધ્રાગ્રાંધ્રાના ગ્રંથપાલ ત્રણ મહિને એક વાર આવતા હોય અને ઉપરથી આ કોન્ટ્રાકટ બેઇઝના કર્મચારીઓના પગારમાંથી કટકી કરતા હોવાનો આક્ષેપ તેની સામે છે. કર્મચારીઓના કહેવા પ્રમાણે પગાર રૂ. 9,400ની આસપાસ છે. પણ ગ્રંથપાલ તેમાંથી રૂ. 4 હજારનો જ પગાર આપીને કટકી પણ કરતા હોવાનો આક્ષેપ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/