મોરબીમાં રહેતા યુવાનના પિતાનો અમદાવાદમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ

0
105
/

હદયની સારવાર માટે અમદાવાદ આવ્યા બાદ રજા મળતા મોરબી પુત્રને ત્યાં રોકાયા હતા, બાદમાં ફરી તબિયત લથળતા અમદાવાદ ગયા હતા

મોરબી : મોરબીમાં રહેતા એક યુવાનના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે આ કોરોનાગ્રસ્ત દર્દી મોરબીમાં બે દિવસ રોકાયા હોવાનું સામે આવ્યું છે. હાલ આરોગ્ય વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પંચરની દુકાન ધરાવતા યુવાનના પિતાનો અમદાવાદમાં આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તેઓની ઉંમર 76 વર્ષ છે. તેઓને તા. 30/5/20ના રોજ હદયનો હુમલો આવેલ હોઇ તા. 30/5/20 થી 9/6/20 એમ કુલ 11 દિવસ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જ દાખલ હતા. અને તા.10/6/20 થી 12/6/20 સુધી મોરબીની તેમની પંચરની દુકાને રહ્યા હતા. ત્યારબાદ તા.13/6/20 ના રોજ ફરીથી હદયની તકલીફ થતાં ફરી અમદાવાદ ખાતે દાખલ થયેલ હતા.

આ દરમિયાન આજ રોજ દર્દીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેટ કરી આગળની કાર્યવાહી ચાલુ કરાઈ છે. હાલ મોરબીમાં આરોગ્ય તંત્રએ આ દર્દી કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે તપાસ ચલાવી હોવાનું જાણવા મલેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/