આજના આ ગ્લોબલ વોર્મિગ અને કલાઈમેન્ટ ચેંજના સમયમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવાની તાતી જરુરીયાત છે સમગ્ર માનવ જાતે આડેધડ વૃક્ષોનું છેદન કરી સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઉભા કરી દીધાં છે આટલું ઓછુ હોય કારખાનાઓનાં ધુમાડા, દરેક ઘરો, ઓફિસોમાં, મોટરકારમાં રહેલા એ.સી. રાત દિવસ ચાલતા હોય છે જેના કારણે દર વર્ષે પૃથ્વી પરનું તાપમાન વધતું જાય છે એટલે જ ક્યાંક અતિવૃષ્ટિ ક્યાંક અનાવૃષ્ટિ સર્જાય છે એમાંય મોરબી અને આસપાસના વિસ્તારોમાં તો છેલ્લા પાંચેક વર્ષથી વરસાદનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે
રાજકોટ, વાંકાનેર, ટંકારામા અત્યાર સુધી નોંધપાત્ર વરસાદ થયો છે જ્યારે મોરબી અને આસપાસના વિસ્તારોમાં માત્ર ઝરમર ઝરમર વરસાદ જ વરસ્યો છે જેથી લોકો હવે પર્યાવરણ પ્રત્યે સભાન બન્યા છે અને ગામોગામ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે દરમ્યાન સરકારી શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા “એક બાળ, એક ઝાડ”ના સૂત્ર સાથે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી નજીકના ધરમપુર પાસે આવેલ નર્સરીમાંથી ૪૦૦ રોપા લઈ આવી શ્રી માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૪૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં વાલીઓએ પણ હાજર રહ્યા હતા તેવું કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ વડ્સોલા અને કુમાર શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયાએ જણાવ્યું છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide