મોરબી : હાલ આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે. મોરબીના મહારાષ્ટ્ર મંડળ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમમાં રાજપૂત કરણી સેનાને શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે અમંત્રિત કરવામાં આવેલ હતા.
જેમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલ-હાર પહેરાવી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. જેમાં રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા તથા કરણી સેના-મોરબીની ટીમ, મહારાષ્ટ્ર મંડળ-મોરબીના પ્રમુખ રાજુભાઈ પાટીલ તથા તેમની ટીમ પણ હાજર રહી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide