મોરબી: મહેન્દ્રનગર ગામે એક શખ્સે સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરીને ભાડે આપી હોવાની માહિતી મળતા મામલતદારે સ્થળ તપાસ કરીને સરકારી જમીન ઉપર દબાણ કરતા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
મોરબી મામલતદાર તરીકે ફરજ બજાવતા ડી. જે. જાડેજાએ મોરબીના ત્રાજપર ગામના યુવરાજ ખેંગારભાઇ ગોલતર સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ મોરબી માળીયા તરફ જવાના નેશનલ હાઇવેની બાજુમા આવેલ સર્વિસ રોડ ઉપર આવેલ મહેન્દ્રનગર ગામના સર્વે નંબર ૧૯૦ પૈકીની વાળી સરકારી ખરાબાની જમીનમા ગેરકાયદેસર અપ પ્રવેશ કરી જમીનમા દબાણ કરી કબ્જો કરી બાંધકામ કરી પોતે આર્થિક લાભ મેળવવાના હેતુથી અન્ય ઇસમોને ભાડે આપી દીધી છે જેની સ્થળ તપાસ અને પંચરોજ કામ પણ સાક્ષીઓની હાજરીમાં મામલતદાર દ્વારા કરવામાં આવ્યું છે ને જેમાં પુરાવાઓના આધારે મામલતદાર દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide