મોરબી : હાલ મોરબીના મહેન્દ્રનગર ગામે પાડોશીએ માર મારતા ડરી ગયેલા યુવાને અગ્નિસ્નાન કરી લીધા બાદ ચાલુ સારવારે મૃત્યુ નિપજતા પોલીસે તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા. 28ના રોજ મહેન્દ્રનગર ગામે ઊગમણા ઝાપા વિસ્તારમાં રહેતા સંજયભાઇ લાલજીભાઇ માનેવાડીયા કોળી ઉ.35 નામના યુવાન સાથે પાડોશમાં રહેતા રાજાભાઇ રાયમલભાઇ કોળીની સાથે ઝધડો થયા બાદ ઘરે જતા મનમા ડર લાગતા લાગી આવતા પોતાની જાતે કેરોસીન છાંટીને સળગતા દાઝી જતા પ્રથમ સારવાર મોરબી બાદ વધુ સારવાર રાજકોટ ખાતે દાખલ કરેલ જ્યા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide