મોરબીના મુખ્ય માર્ગો પર SP, DYSP સહિતના પોલીસ કાફલાની ફ્લેગ માર્ચ યોજાઈ

0
405
/

(કૌશિક મારવાણીયા) મોરબી : મોરબીમાં આજે એસપી, ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાની ફ્લેગ માર્ચ યોજાઈ હતી અને પોલીસે ફરજિયાત માસ્ક સહિતના સરકારના તમામ નિયમોની કડક અમલવારી કરવાની શહેરીજનોને સૂચના આપી હતી.

મોરબીમાં હાલમાં ચાલતા અનલોક-1માં તમામ પ્રકારની છૂટછાટ વચ્ચે પણ નિયમોની કડક અમલવારી થાય તે માટે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા, ડીવાયએસપી રાધિકા ભારાઈ તથા એસઓજી, એલસીબી, એ ડિવિઝન સહિતના પોલીસ કાફલા દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ વાહનોનો કાફલા સાથે સામાકાંઠે એસપી કચેરીથી આ ફ્લેગ માર્ચ પ્રસ્થાન થઈ હતી. આ પોલીસ કાફલાએ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ફરીને કોરોના સામે રક્ષણ મેળવવા માટે ડરવાને બદલે સાવચેત રહેવા અંગે જાગૃત કર્યા હતા. તેમજ પોલીસ વાનમાં બેસીને પોલીસ અધિકારીઓ માઇક દ્વારા સરકારની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવાની સૂચના આપી હતી. તેમજ માસ્ક વગર કોઈ બહાર નીકળશે કે, વેપારીઓ માસ્ક વગર દુકાને ધંધો કરતા દેખાશે તેમજ પાનના ગલ્લે કોઈ ઉભા રહેશે કે, પાનની પિચકારી જાહેરમાં મારશે તો એની સામે કડક કાર્યવાહી કરાશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. તેમજ સાંજે સાત વાગ્યે દુકાનો બંધ કરવા અને રાત્રીના 9 પછી કોઈએ અવરજવર કરવી નહીં તેવી તાકીદ કરવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/