મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ચણા અને જીરુંની બમ્પર આવક થઇ

0
72
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

કુલ ત્રણ દિવસમાં યાર્ડમાં 9346 કવીન્ટલ ઘઉં ઠાલવતા ખેડૂતો : 3796 કવીન્ટલ ચણાની આવક

મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના મિની વેકેશન બાદ છેલ્લા ત્રણ દિવસમાં ઘઉં,ચણા અને જીરુંની હોબેશ આવક નોંધાઈ છે.યાર્ડ ધમધમતું થતા ખેડૂતોએ ઘઉં,ચણા અને જીરુંનો પાક ઠાલવતા ભાવમાં ગાબડાં જોવા મળ્યા છે અને બે દિવસ પહેલા 2100 રૂપિયે મણ વેંચતા જીરાના ભાવ 1500 સુધી નીચે ઉતર્યા છે તો ઘઉંના ભાવ નીચામાં પ્રતિમણ રૂપિયા 305થી લઇ ઉંચામાં 411 સુધી બોલાયા હતા.

મોરબી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થતા જ ખેડૂતો પોતાનો તૈયાર પાક વેચવા કતારો લગાવી રહ્યા છે તા.2 એપ્રિલના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં 3435 કવીન્ટલ ઘઉં, 385 કવીન્ટલ જીરું અને 756 કવીન્ટલ ચણાની આવક નોંધાઈ હતી તો તા.3 એપ્રિલના રોજ 3131 કવીન્ટલ ઘઉં,890 કવીન્ટલ જીરું અને 1200 કવીન્ટલ ચણાનો જથ્થો ખેડૂતોએ ઠાલવ્યો હતો.જયારે આજે તા. 5 ન રોજ 2780 કવીન્ટલ ઘઉં, 1421 કવીન્ટલ જીરું અને 1840 કવીન્ટલ ચણા યાર્ડમાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતો દ્વારા ઘઉં,ચણા અને જીરુંનો મોટા પ્રમાણમાં જથ્થો ઠાલવવામાં આવતા આજે માર્કેટિંગ યાર્ડમાં ઘઉં પ્રતિમણ 305થી 411 રૂપિયા,જીરું 1500થી લઈ 2618 અને ચણા પ્રતિમણ રૂપિયા 800થી 935ના ભાવે વેચાયા હતા.

મોરબી જિલ્લામાં ઘઉં, ચણા અને જીરુંનું વિક્રમી વાવેતર થયું 

મોરબી જિલ્લામાં સારા વરસાદને કારણે ચાલુ વર્ષે રવિ સીઝનમાં વાવેતર વિસ્તારમાં અઢી ગણો વધારો થયો હતો અને જેના ફળ સ્વરૂપ ત્રણે જણસીઓનું ઉત્પાદન પણ બમ્પર થયું છે.ચાલુ વર્ષે મોરબી જિલ્લમાં 36040 હેક્ટરમાં ઘઉં, 42315 હેક્ટરમાં ચણા અને 24830 હેક્ટરમાં જીરુંનું વાવેતર કરવામાં આવ્યું હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/