મોરબી: 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રવાપર ઉપનગરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.મશાલ રેલીમાં બાળકથી માંડી મોટેરાઓ જોડાયા હતા.
શહીદ દિવસે યોજાયેલ મશાલ રેલી સંસ્કાર સીટી માધવ રાત્રી શાખાના મેદાનથી લઈને રવાપર ગામ,ચિત્રકૂટ સોસાયટી,લક્ષ્મીનગર,સદગુરુ સોસાયટી,ક્રિષ્ના સ્કૂલ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી.રેલીમાં બાલ,શિશુ,તરુણ તેમજ બહેનો સહિત બહોળી સંખ્યામાં લોકો આનંદ અને ઉત્સાહથી જોડાયા હતા.
આ તકે આરએસએસ દ્વારા સંસ્કાર સીટી, રવાપર રેસિડેન્સી અને ધર્મ ભક્તિ સોસાયટીમાં દરરોજ રાત્રે 8:30 થી 9:30 દરમિયાન મળતી રાત્રી શાખામાં બાળકોને મોકલી હિન્દુત્વ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે ગુણ અને સંસ્કારનું સિંચન માટે મોકલવા અનુરોધ કર્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide