મોરબી : માતાજીની સ્થાપના સાથે આરતી-પૂજા દ્વારા સાદાઈથી થઇ રહી છે નવરાત્રિની ઉજવણી

0
39
/

મોરબીવાસીઓ ઘરે કે શેરીમાં ગરબે ઘુમવાનો શોખ પૂરો કરી રહ્યા છે

મોરબી : આજરોજ તા. 24ના રોજ નવરાત્રિ પર્વનું આઠમું નોરતું છે. અને આવતીકાલે નોમ અને દશેરા સાથે છે. આથી, આવતીકાલે નવરાત્રિ પર્વ સંપન્ન થશે. આ વર્ષે કોરોના વાયરસના પગલે નવરાત્રિ નિમિત્તે પ્રાચીન કે અર્વાચીન રાસ-ગરબાના આયોજનો કરવામાં આવ્યા નથી. પરંતુ લોકો માત્ર ઘરે અને સોસાયટીમાં માતાજીની સ્થાપના કરી પૂજા-આરતી કરી નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે.

નવરાત્રિનો ઉત્સવ ગુજરાતીઓની ઓળખ સમાન છે. દર વર્ષે નવરાત્રિના પર્વને લઈને લોકોમાં થનગનાટ જોવા મળતો હોય છે. રાસ-ગરબાની રમઝટથી નવરાત્રિનો તહેવાર હર્ષોલ્લાસભેર સંપન્ન થાય છે. પરંતુ આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાના લીધે સરકાર દ્વારા પ્રાચીન કે અર્વાચીન કોઈપણ પ્રકારના રાસ-ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે લોકો ઘરમાં કે ફ્લેટના ગ્રાઉન્ડમાં કોઈપણ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યા વિના ગરબે ઘૂમી શોખ પૂરો કરી રહ્યા છે. ત્યારે મોરબીમાં પણ મહિલાઓ આ રીતે ગરબે ઘૂમીને માતાની પૂજા-અર્ચના કરી રહી છે.

મોરબીમાં શનાળા ગામે શક્તિ માતાના મંદિર ખાતે માતાની સ્થાપના કરી આરતી કરવામાં આવે છે. જેનો ભાવિકો લાભ લઇ ધન્યતા અનુભવે છે. ઉલ્લેખનીય છે કે મંદિર ખાતે સોશિયલ ડિસ્ટન્સ સહીત સરકારની ગાઇડલાઇનનું પાલન કરી દર્શન કરાવાય છે. આ રીતે શહેરમાં શક્તિચોક ગરબી મંડળ, મંગલભુવન ગરબી મંડળ સહિતની જ્યાં પણ પ્રાચીન ગરબીમાં દર વર્ષે માતાજીની વિધિવત સ્થાપના કરવામાં આવતી હતી. ત્યાં પરંપરા અનુસાર આ વર્ષે પણ માતાજીની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં પાંચ ગરબા ગાઈને માતાજીની પૂજા-આરતી કરવામાં આવે છે.

આ ઉપરાંત, મોરબીવાસીઓ પોતાના ઘરમાં ગરબા લે છે. તેમજ સોસાયટીની મહિલાઓ પણ સર્વત્ર માતાજીનો વાસ છે. તેમ માની કોઈ આયોજન વિના ગરબે રમી માતાની આરાધના કરે છે. મોરબીના રવાપર રોડ પર આવેલ પટેલ સોસાયટીની 8-10 મહિલાઓ નવરાત્રિ દરમિયાન દરરોજ સાંજના સમયે ગરબા રમે છે. અને માતાની આરતી કરી નવરાત્રિની ઉજવણી કરી રહી છે. જેને જોતા એવું ચોક્કસ લાગે કે અર્વાચીન રાસોત્સવનું ચલણ આવ્યા પછી પણ અને કોરોનાની પરિસ્થિતિમાં પણ શેરી-ગરબાની પરંપરા જળવાઈ રહેલ છે!

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/