મોરબીમાં વધુ એક કોરોના પોઝીટિવ દર્દીનું મોત થતા કુલ મોતનો આંકડો થયો 6 થયો

0
411
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા પહેલા જ વિઠ્ઠલનગરના વૃદ્ધનું સારવાર દરમિયાન મોરબી સિવિલમાં મૃત્યુ થયું

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસો વધવાની સાથે કોરોનાગ્રસ્ત દર્દીના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે સાંજે શનાળા રોડ પર વિઠ્ઠલનગરમાં રહેતા 83 વર્ષના વૃદ્ધનું મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું. જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ શનાળા રોડ પરના વિઠ્ઠલનગરમાં રહેતા 83 વર્ષના વૃદ્ધ ભીમજીભાઈ મોહનભાઇ રાઠોડનું ગઈકાલે કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવાયું હતું. જેનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે પહેલાં જ સાંજે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેઓ 3 દિવાસથી મોરબી સિવિલમાં દાખલ હતા. અને તેમને હૃદય અને શ્વાસની બીમારી પણ હતી. જ્યારે આજે તેમના મૃત્યુ બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે મોરબી જિલ્લા કોરોનાગ્રસ્ત દર્દીના મોતનો આંકડો 6 થઈ ગયો હતો.

સ્મશાનના સંચાલકોએ માનવતા નેવે મૂકી

મોરબીના કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયા બાદ મોરબીના સ્મશાનના સંચાલકોએ તેમની અંતિમક્રિયા માટે માનવતા નેવે મૂકીને ના પાડી દીધી હતી તેવી ફરિયાદ ઉઠી છે. જોકે આ બાબત તંત્રના ધ્યાનમાં આવતા તંત્ર તરફથી અંતિમક્રિયા માટે આગળની કાર્યવાહી શરુ હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/