હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન થતું હોવાથી એક જાગૃત નાગરિક દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવાની હિલચાલ
મોરબીમાં તાજેતરમાં નવા મલ્ટીપ્લેક્ષ શરુ થયા છે. લોકો આ નવા મલ્ટીપ્લેક્ષમાં હોંશે હોંશે પરિવાર સાથે મોંઘીદાટ ટિકિટો ખરીદીને જય રહ્યા છે. પરંતુ અમુક મલ્ટીપ્લેક્ષમાં ગેરકાયદે પાર્કિગ સહિતના ચાર્જીસ વસુલીને હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાની રાવ ઉઠી છે. જો કે આ સામે કાયદાકીય રીતે કોર્ટના દ્વાર ખખડાવવાની હિલચાલ ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.
મળતી વિગત અનુસાર મોરબીના મલ્ટીપ્લેક્ષમાં તહેવારોના દિવસોમાં ગેરકાયદે પાર્કિગ સહિતના વધારાના ચાર્જીસ લેવામાં આવે છે. જેમાં બે માસ પૂર્વે હાઇકોર્ટ દ્વારા સિનેમાઘરોમા પાર્કિગ ચાર્જ તેમજ અન્ય ગેરકાયદે ઉઘરાવવામાં આવતા નાણાં પર પ્રતિબંધ મુકવા છતાં મોરબીમાં હાઇકોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરીને પ્રજા પાસેથી ગેરકાયદેસર ચાર્જ ઉઘરાવવામાં આવતા હોવાની રાવ ઉઠી છે. જેમાં હાલમાં નવા બનેલા 36 મલ્ટીપ્લેક્ષ દ્વારા તોતિંગ પાર્કિંગ ચાર્જ લેવામાં આવી રહયાની ફરિયાદ ઉઠી છે. જાગૃત લોકો દ્વારા પાર્કિંગ ચાર્જની પોહ્ચ માંગે તો પણ આપવામાં આવતી નથી અને આ અંગે સવાલો કરાય તો પરિવાર સાથે આવેલા લોકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરાતું હોવાની રાવ ઉઠી છે. ઉપરાંત કેન્ટીનમાં પણ ખૂબ ઊંચા ભાવ વસુલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.
હાઈકોર્ટ દ્વારા આવા ચાર્જ ન વસૂલવા ચુકાદો આપ્યો હોવા છતાં મોરબીના મલ્ટીપ્લેક્ષમા પાર્કિગ ચાર્જ ૩૦ રૂપિયાથી માંડી અને ૫૦ રૂપિયા સુધીના લેવાય છે. ખાસ કરીને તહેવારોમાં આવા મલ્ટીપ્લેક્ષ દ્વારા બેફામ લૂંટ ચલાવતી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં મલ્ટીપ્લેક્ષ અંદરની કેન્ટીનમાં પણ પાણી સહિતની વાસ્તુના ત્રણ ગણા પૈસા લેવામાં આવે છે. હાલ આ મામલે મોરબીના જાગૃત નાગરિક દ્વારા હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવાની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.