મોરબી પાલિકાનું ૩૫૭.૪૧ કરોડનું ૫.૭૦ લાખની પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર

0
205
/

મોરબી: હાલમાં મોરબીના ટાઉનહોલ ખાતે આજે બજેટ બેઠક મળી હતી જેમાં જુદા-જુદા ૪૫ જેટલા એજન્ડા કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર એક જ ઝાટકે મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને આ બેઠકમાં ૩૫૭.૪૧ કરોડનું ૫.૭૦ લાખની પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે જો કે, પાલિકાના પદાધિકારીઓ બજેટની સાચી આકડાકીય માહિતી પણ પત્રકારોને આપી શક્ય ન હતા જેથી કરીને બજેટ કેવી રીતે બનાવવામાં આવ્યું છે તે સૌથી મોટો સવાલ છે અને મોરબી શહેરના જુદા જુદા વિકાસના કામોને આ બજેટમાં લેવામાં આવેલ છે જો કે, હથેળીમાં ચાંદ દેખાડવા સમાન બજેટમાં લેવામાં આવેલા કામોમાંથી વર્ષના અંત સુધીમાં કેટલા કામો થશે તો આગામી સમય જ બતાવશે

મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર ના અધ્યક્ષ સ્થાને આજે મોરબી નગર પાલિકા કચેરીની બાજુમાં આવેલ ટાઉનહોલ ખાતે પાલિકાની બજેટ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં પાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા અને આ બજેટ બેઠકની અંદર એક પણ એજન્ડાની ચર્ચા કર્યા વગર ૪૫ એજન્ડાને એક સાથે મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે વોર્ડ નંબર-૨ ના ભાજપના ચૂંટાયેલા સભ્ય જયંતીભાઈ ઘાટલીયા દ્વારા ગત ચોમાસામાં મોરબીમાં જે મોરમના કામો કરવામાં આવ્યા હતા તેની માહિતી માંગવામાં આવી હતી ત્યારે તે માહિતી પાલિકાના સ્ટાફ પાસે હાજર ન હોવાથી થોડીવાર માટે પાલિકાના સ્ટાફની બોલતી બંધ થઈ ગઈ હતી અને

ત્યાર બાદ તાત્કાલિક માહિતી લાવીને તેને આપવામાં આવી હતી જેમાં તેને જણાવવામાં આવ્યું હતું કે, મેલડી કન્સ્ટ્રક્શનને કામ આપવામાં આવ્યું હતું અને જેસીબીનું બિલ ૧.૭૫ લાખ, ટ્રેક્ટર ટ્રૉલીનું બિલ ૩.૧૪ લાખ અને મોરમનુ ૨૯.૨૯ લાખનું કામ પ્રમુખના આદેશથી કરવામાં આવ્યું હતું જેનું બિલ ચૂકવાઈ ગયું છે તેને મજૂર કરવામાં આવ્યું હતું ત્યારે જયંતિભાઈએ કહ્યું હતું કે, એક વર્ષ કરતાં વધુ સમય થયો પાલિકામાં ભાજપની બોડી આવી તેને તો પણ તેના વિસ્તારમાં કોઈ કામ થતાં નથી અને પેઇજ પ્રમુખના કામ માટે વિસ્તારમાં જાય તો લોકો કામ કેમ થતાં નથી તેવું પૂછે છે શું જવાબ આપવો તેવો સવાલ કર્યો હતો ત્યારે પાલિકાના પાવડી વિભાગના ચેરમેન દેવભાઈ અવાડિયાએ કહ્યું હતું કે, આગામી મહિનાથી વોર્ડ નંબર-૨ માં ઘણા વિકાસના કામોને એકી સાથે ચાલુ કરવામાં આવશે અને જો કામ ચાલુ નહીં કરે તો કોન્ટ્રાકટરના કોન્ટ્રાક્ટને રદ કરવામાં આવશે તેવી ખાતરી તેને આપી હતી

આ બજેટની અંદર સમાવવામાં આવેલા એજન્ડાની માહિતી આપતા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પ્રમુખ સ્થાનેથી કેટલાક એજન્ડા મૂકવામાં આવેલ છે જેમાં ઇએસએલ કંપની દ્વારા તેમને સોંપવામાં આવેલ કામગીરીમાં શરતોના મુજબ કામ કરવામાં આવેલ નથી જેથી આકરા પગલા લેવામાં આવ્યા છે અને તેને ૨.૪૦ કરોડની પેનલ્ટી કરવામાં આવેલ છે તેમજ મચ્છુ-૨ ડેમ ઉપર દરવાજાના રિપેરિંગ કામ માટે ૬૦ લાખ રૂપિયાની મશીનરી ખરીદી, શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ રવાપર ચોકડી અને જુના બસ સ્ટેન્ડ પાસે આગામી દિવસોમાં ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવશે જેના માટે નો ખર્ચ મોરબી નગરપાલિકા દ્વારા આપવામાં આવશે, સ્ટ્રીટલાઇટની કાયમી સમસ્યા છે તે દૂર કરવા માટે નવી ૬૦૦૦ લાઇટોની ખરીદી પાલિકા દ્વારા કરવામાં આવશે અને તેનો નિભાવ અને કામગીરી પાલિકા કરશે, નવું એક ફાયર સ્ટેશન, પાલિકાના કોમ્યુનિટી હોલ પાસે લાઇબ્રેરી, ગ્રીન ચોક અને નહેરુ ગેઇટ પાસે લાઇટિંગ તેમજ રોડ, રસ્તા, લાઇટ, પાણી અને સફાઈના એજન્ડાઆ બોર્ડમાં મંજુર કરવામાં આવેલ છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/