મોરબી નગરપાલિકા દ્વારા આજથી સફાઈ અભિયાનની શરૂઆત

0
77
/

સફાઈ અભિયાનમાં પાલિકાના ઉપપ્રમુખ, 15 નગરસેવક અને 70 જેટલા કર્મીઓ પણ જોડાયા

મોરબી : હાલ મોરબી નગરપાલિકામાં નવી ચૂંટાયેલી બોડી દ્વારા ફરી શહેરને પેરિસ બનાવવાની નેમ સાથે આજથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સ્વચ્છતા રોડ ઉપર આજે સફાઈ અભિયાનમાં પાલિકાના ઉપપ્રમુખ, 15 નગરસેવક અને 70 જેટલા કર્મીઓ જોડાયા હતા અને સઘન સફાઈ કરવામાં આવી હતી.

મોરબી નગરપાલિકા દ્વારા આજે સવારે શહેરના શનાળા રોડ પર આવેલ નવા બસ સ્ટેન્ડથી ઉમિયા સર્કલ સુધી અને નવા બસ સ્ટેન્ડથી રવાપર તરફ જતા સ્વચ્છતા રોડ ઉપર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને પાલિકાના 15 નગરસેવકો તેમજ નગરપાલિકાના 70 જેટલા સફાઈ કર્મચારીઓએ ઝાડુ ઉઠાવીને સઘન સફાઈ કરી હતી. આશરે બેથી વધુ કલાક સુધી સફાઈ અભિયાન હાથ ધરીને 4 ટ્રેકટર ભરાય તેટલા કચરાનો નિકાલ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયામાં આ રોડ ઉપર સ્વચ્છતા અભિયાન સમિતિ અને નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ફરીથી આ વિસ્તારમાં જ આજે સફાઈ કરવામાં આવી હતી. આથી, નગરપાલિકા દ્વારા આજથી શરૂ થયેલા સફાઈ અભિયાન હેઠળ શહેરના છેવાડાના અને પછાત વિસ્તારમાં પણ સઘન સફાઈ થાય તેવી લોકોએ માંગણી ઉઠાવી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/