મોરબી પાલિકા દ્વારા આજે વધુ 21 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરાયા

0
134
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબી નગરપાલિકા દ્વારા વેરો ન ભરનારા સામે લાલ આંખ કરી છે. ગઈ કાલે 11 ડિસેમ્બરના રોજ 18 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરાયા બાદ આજે 12 ડિસેમ્બરના રોજ વધુ 21 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. પાલિકાની આ કડક કાર્યવાહીના કારણે વેરા ન ભરનારા આસામીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાઉસ ટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈ વેરો, દીવાબતી કર, પાણી વેરો, ડ્રેનેજ વેરો, વ્યાજ તથા નોટીસ ફી સહિતની બાકી રોકાતી રકમ વસુલ કરવા માટે માંગણા બીલો તથા માંગણા નોટીસો બજવણી કરવા છતાં ટેક્સની બાકી રહેતી રકમો ભરપાઈ ન કરનારા 21 જેટલા આસામીઓને મોરબી નગરપાલિકાએ ડિફોલ્ટર જાહેર કર્યા છે.

મોરબી નગરપાલિકા દ્વારા કુલ 21 જેટલા આસામીઓને ડિફોલ્ટર જાહેર કરી મ્યુનિસિપાલિટી એક્ટ 1963ની કલમ 133 (1) અન્વયે મિલકતો પર જપ્તી/ટાંચમાં તથા આ બાબતે ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે ડિફોલ્ટર લિસ્ટ જાહેર કર્યું છે. આ 21 આસામીઓમાં ઝાલા ખમાબા નાથુભા અન્ય 2, પટેલ ડાયાભાઈ લક્ષ્મણભાઈ મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદારો વતી, પટેલ ડાયાભાઈ લક્ષ્મણભાઈ મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદારો વતી, અબ્બાસ સૌહુદ્દીન, પટેલ ડાયાભાઈ લક્ષ્મણભાઈ મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદારો વતી, પટેલ ઘનશ્યામભાઈ કાનજીભાઈ, દલવાણી કાસમ હાજી, સરસ્વતી કન્સ્ટ્રક્શન કું, ઠાકર રોહીત એચ, ઠાકર હંસાબેન એન., સોની છોટાલાલ લક્ષ્મીચંદ, કટેચા નૌતમલાલ મગનલાલ, સતવારા રણછોડ ખોડાલાલ, ભાણજી જેરાજભાઈ, મહેતા યશવંતરાય મોહનલાલ, રવજીભાઈ નારણભાઈ, શીવાભાઈ વસરામભાઈ, રણછોડભાઈ પોલાભાઈ, પટેલ મનજીભાઈ, ડાભી વસ્તાભાઈ માવજીભાઈ, પુજારા ચંદ્રવદન ચીમનલાલ, શ્રીનાથજી બિલ્ડર્સના ભાઈ, પટેલ ડાયાભાઈ લક્ષ્મણભાઈ મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદારો વતી, પટેલ ડાયાભાઈ લક્ષ્મણભાઈ મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદારો વતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/