2018માં પ્રમુખના કાર્યકાળ દરમ્યાન લાંચ માગ્યાનું તપાસમાં ખુલતા અંતે એસીબીએ ફરિયાદી બનીને ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે રૂ 20 હજારની લાંચ માંગ્યાનો ગુનો નોંધાતા પાલિકાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.વર્ષ 2018માં પોતાના કાર્યકાળ દરમ્યાન તત્કાલીન પાલિકા પ્રમુખે રોજમદારનું બિલ પાસ કરવા માટે રૂ.20 હજારની લાંચ માંગી હતી.તે સમયે છટકામાં એસીબીને સફળતા મળી ન હતી. ત્યાર બાદ તપાસમાં પાલિકાના પૂર્વ પ્રમુખે લાંચ માંગ્યાનું ખુલતા એસીબીએ ખુદ ફરિયાદ નોંધાવીને તેમની સામે લાંચ માંગ્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ બનાવની એસીબી પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કિશોરભાઈ કણજારીયા સામે રૂ.20 હજારની લાંચ માંગ્યાની ખુદ એસીબીએ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. જેમાં ગીતાબેન કણજારીયા ગતતા 15 માર્ચ 2018ના રોજ પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા.તે સમયના પાલિકાના રોજમદાર પાસેથી તેમનું બિલ પાસ કરવા માટે તત્કાલીન પાલિકાના પ્રમુખે રૂ.20 હજારની લાંચ માંગી હતી આથી રોજમદારે આ અંગે જે તે સમયે એસીબીમાં ફરિયાદ કરી હતી.પણ એસીબીએ તે સમયે છટકું ગોઠવ્યું હતું પણ એસીબીને જે તે સમયે આ લાંચ પ્રકરણમાં સફળતા મળી ન હતી.બાદમાં આ લાંચ પ્રકરણની એસીબીએ તટસ્થ તપાસ ચલાવી હતી. જેમાં તત્કાલીન પાલિકાના પ્રમુખે રૂ 20 હજારની લાંચ માંગ્યાનું ખુલતા આજે એસીબીએ આ મામલે ગુનો નોંધ્યો હતો.રાજકોટ ગ્રામ્ય એસીબીના પી.આઇ એન. કે વ્યાસે મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કણજારીયા સામે 15 માર્ચ 2018ના રોજ રોજમદારનું બિલ પાસે કરવા માટે રૂ.20 હજારની લાંચ માંગ્યાની ફરિયાદ નોંધાવી છે.આ બનાવની આગળની તપાસ રાજકોટ શહેર એસીબીના પી.આઇ એચ.એસ આચાર્ય ચલાવી રહ્યા છે.ત્યારે પૂર્વ પાલિકા પ્રમુખ સામે લાંચનો ગુનો નોંધાતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide