મોરબી પાલિકાની ગેરકાયદે હોર્ડિંગ્સ સામે તવાઈ, તમામ હોર્ડિંગ્સ દૂર કરાશે

0
209
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
અંતે પાલિકાએ મંજૂરી વિના ખડકાયેલા હોર્ડિંગ્સ હટાવવાની કાર્યવાહી શરૂ કરી
ગાંધીચોકથી ઉમિયા સર્કલ સુધીના તમામ ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરાશે : પાલિકા

મોરબી : મોરબી શહેરમાં જ્યાં જુઓ ત્યાં હોર્ડિંગ્સ ખડકાયેલા હોય અને મંજૂરી વિના ખડકાયેલા હોર્ડિંગ્સ દૂર કરવાની સૂચના આપ્યા છતાં ન હટતા આખરે નગરપાલિકાની ટીમે ગેરકાયદે હોર્ડિંગ્સ સામે તવાઈ ઉતારી છે અને હોડીગ્સ દૂર કરવા આજથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ગાંધીચોકથી ઉમિયા સર્કલ સુધીના તમામ ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે પાલિકાની આ કાર્યવાહી તમામ હોર્ડિંગ્સ દૂર કરવા સુધી ચાલુ રહેશે કે તે જોવું રહ્યું.

મોરબી નગરપાલિકા ટીમ ખાસ કરીને શહેરમાં ગેરકાયદે રહેલા વિવિધ કંપનીની જાહેરાતના બેનર-હોડીગ્સ દૂર કરવા મેદાને ઉતરી છે અને મંજૂરી વિના આડેધડ ખડકાયેલા હોડીગ્સ દૂર કરવા નગરપાલિકાની ટીમ દ્વારા આજથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કોઈની પણ શહેશરમ રાખ્યા વગર નગરપાલિકાની ટીમ દ્વારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની સૂચનાને પગલે ગાંધીચોકથી શરૂ કરી શનાળા રોડ ઉમિયા સર્કલ સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને ગાંધીચોકથી ઉમિયા સર્કલ સુધીના અંદાજે 70 થી વધુ હોડીગ્સ દૂર કરવાની હાલ કાર્યવાહી ચાલી રહી છે.મોટાભાગના હોડીગ્સની મુદત પૂરી થઈ ગઈ હોય સૂચના આપવા છતાં દૂર ન થતા નગરપાલિકાની ટીમે ગેરકાયદે બેનર-હોર્ડિંગ્સ સામે લાલ આંખ કરીને આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જો કે અત્યાર સુધી બોડી બામણીનું ખેતર હોય એમ કોઈપણ મનફાવે તેમ હોડીગ્સ ખડકી દેતા હતા અને આવા હોડીગ્સ મોતના માચડા બની જતા હોય લોકો ઉપર જીવનું જોખમ રહેલું હોવાથી હવેથી આવી મનમાની કોઈ કાળે ચલાવી નહિ લેવાય તેવી આ કાર્યવાહીથી નગરપાલિકાએ નિર્દેશ આપ્યો છે. આજે મોરબીના ગાંધીચોકથી શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ સહિત બાયપાસ સુધીના હોડીગ્સ દૂર કરવામાં આવશે તેમ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું. આ કામગીરીમાં પાલિકાનાઅઘર ટેક્સ વિભાગના ચેરમેન ગિરિરાજસિંહ ઝાલા તેમજ પાલિકાના હિતેશભાઈ રવેશિયા સહિતના જોડાયા હતા. આગામી દિવસોમાં રવાપર રોડ, સામાકાંઠે સહિતના વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/