બે વર્ષનું અજવાળું એક સાથે પીરસતી નગર પાલિકા
મોરબી : હાલ મોરબી નગર પાલિકાની અણઆવડતના કારણે એલઇડી સ્ટ્રીટ નંખાયા બાદ લાઈટો બંધ કરવાની સ્વીચ ઓપરેટ કરવાનું ભુલાઈ જવાથી સ્ટ્રીટલાઈટો અખંડ બલ્ય કરે છે. તેવામાં લાંબા સમયથી બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો પેટાચૂંટણી સમયે ફરી ઝગમગતી થયા બાદ હવે પાલિકા દ્વારા બે વર્ષનું અજવાળું એક સાથે આપવું હોય તેમ સ્ટ્રીટલાઈટો બંધ કરવાનું બંધ કરી દેતા વીજળીનો વેડફાટ વધ્યો છે.
મોરબી -માળીયા વિધાનસભા, પેટાચૂંટણી પહેલા લગભગ બે વર્ષ સુધી મોરબીના મોટા ભાગના વિસ્તારોમા સ્ટ્રીટ લાઈટો બંધ હતી પેટા ચૂંટણી આવતા મોટા ભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવી છે. નગર પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટો ચાલુ તો કરી પણ જાણે બે વર્ષનું અજવાળું એકી સાથે આપી દેવાનું હોય એમ હાલ મોટા ભાગના વિસ્તારોમાં ધોળા દિવસે પણ અજવાળા પથરાઈ રહ્યા છે. જેમાં રવાપર રોડ પરની વિવેકાનંદ સોસાયટી પરના વિવેકાનંદ હનુમાન મંદિરની આજુબાજુ, પંચાસર રોડ, તેમજ પંચાસર રોડ અને અયોધ્યા પુરી રોડ વચ્ચેની સોસાયટી, આલાપ રોડ પરની સોસાયટીઓ આમ અનેક જગ્યાઓએ કોણ જાણે લાઈટમેને કેવા છેડા દીધા છે કે ચોવીસ કલાક લાઈટો ચાલુ જ રહે છે પરિણામે વીજળીનો બેસુમાર વ્યય થાય છે,
એલઇડી લાઈટો ફિટ કરવાનો મુખ્ય ઉદેશ્ય ઉર્જા બચાવવાનો હોય છે. પરંતુ નગરપાલિકાની બલિહારીથી ઉર્જાનો બગાડ થાય છે. જ્યારે બીજી બાજુ ખેડૂતના ખેતરમાં વીજળી મળતી નથી એટલે જગતનો તાત હેરાન પરેશાન છે. જ્યારે શહેરમાં ધોળા દિવસે દિવા ઝગમગી રહ્યા હોય પાલિકાના સતાધીશો આ દિશામાં પણ ધ્યાન આપે તે જરૂરી હોવાનું આમ જનતા પણ ઈચ્છી રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide